ધ્રોલ : પરિણીતાનું અપહરણ કરી દુષ્કર્મ કરતા બે શખ્સો

0
18
Share
Share

બન્નેની અટકાયત કરતી પોલીસ

જામનગર, તા.૧૭

ધ્રોલની એક પરિણીતાનુ બાઈક પર બળજબરીથી અપહરણ કરી, ગોરડીયા હનુમાનજી મંદિરથી થોડે દૂર બાવળની ઝાળીમાં બે શખ્સોએ મરજી વિરૂઘ્ધ દુષ્કર્મ કર્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.

બનાવની મળતી વિગતો મુજબ ધ્રોલની એક મહિલા પોતાના પતિ સાથે હરિપર ગામે મેલડી માતાજીના મંદિરે તેમજ ગોરડીયા હનુમાનજીનાં દર્શને નીકળ્યા હતા.

ત્યારે આ દંપતિનાં એક્ટિવાને રોકી બે બાઈક સવારો કાદર ઉર્ફે ઓઢીયો ડફેર અને અઝરૂદીન ઉર્ફે અજૂડો જુણેજાએ દંપતિના મોબાઈલ ઝૂંટવી, મહિલાના પતિને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને બન્નેને છરી બતાવી અમારી સાથે ચાલો નહિંતર જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપતા મહિલાનો પતિ નાસી ગયો હતો.

જ્યારે એકલી પડેલી નર્સને કાદર અને અઝરૂદીન બળજબરીથી બાઈકમાં વચ્ચે બેસાડી અપહરણ કરી હનુમાનજીના મંદિર નજીકની ઝાળીમાં લઈ જઈ વારાફરતી દુષ્કર્મ આચરી નાસી છૂટયા હતા.

દરમિયાન મહામહેનતે છૂટેલી મહિલાએ પોલીસને આપવીતી જણાવતા પોલીસે કાદર અને અઝરૂદીન સામે અપહરણ, દુષ્કર્મનો ગુનો નોંધી બંનેની શોધખોળ આદરી છે.

ધ્રોલના પીએસઆઈ સી.એમ.કારેલીયાએ કહ્યું કે બંને આરોપીઓ હાથવેંતમાં છે પકડાયે પ્રથમ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ વિધીવત ધરપકડ કરાશે. આમ એક પરીચારીકાનુ અપહરણ અને દુષ્કર્મની ઘટનાએ ચકચાર જગાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here