ધ્રોલ નજીક રોકાવા બાબતે ચાલક પર હુમલો કરતો કલીનર

0
14
Share
Share

જામનગર, તા.૧૮

ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતો નારણ બુટાભાઈ બાંભવા (ઉ.વ.૩૫) નામનો ટ્રકચાલક ભરવાડ યુવાન ૧૫મીએ નવાગામ સાત હનુમાન પાસે ગટરમાંથી ઈજાગ્રસ્ત અને બેભાન જેવા હાલતમાં મળ્યો હતો. આ યુવાન આજે ભાનમાં આવતાં પોતાને ટ્રકના કલીનર મૂળ ઔરંગાબાદના મુન્ના હજારીએ ધોલધપાટ કરી હાથ ભાંગી નાખી ગટરમાં ફેંકી દીધાનું કહેતાં હોસ્પિટલ ચોકી મારફત કુવાડવા રોડ પોલીસને જાણ કરવામાં આવી હતી નારણના કહેવા મુજબ પોતે બહારગામથી ટ્રક લઈ ૧૫મીએ નવાગામ પહોંચ્યો હતો. મોરબી જવાનું હોઈ રાત થઈ ગઈ હોવાથી કલીનર મુન્નાને ટ્રક હોલ્ટ રાખી દેવા કહ્યું હતું. પણ મુન્નાએ રાતે જ મોરબી જવું છે તેમ કહી ઝઘડો કરી ધોકાથી માર મારી પોતાને ગટરમાં ફેંકી દીધો હતો. કુવાડવા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here