ધ્રોલમાં યુવાનની હત્યા કરવા શાર્પ શૂટરો રાજસ્થાનથી બોલાવ્યા હતા, ૨ની ધરપકડ

0
23
Share
Share

જામનગર,તા.૭
જામનગર જિલ્લાના ધ્રોલમાં શુક્રવારની બપોરે જાહેરમાં ફાયરિંગ થયુ હતું દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જાડેજા ધ્રોલના ત્રિકોણબાગ નજીક પોતાની કારમાં બેસવા માટે જતા હતા, ત્યારે તેના પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતું અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસે રાજકોટ રેન્જમાં નાકાબંધી કરી અને આરોપીઓની કારના નંબરને આધારે શોધખોળ કરી.દરમિયાન આ નંબરની કાર ટંકારા તરફથી મોરબી શહેરમાં આવી હોવાની બાતમીના આધારે પોલીસે તેને રોકી હતી. પહેલા તો આ શખ્સોએ કાર પોલીસ પર ચડાવવાનો પ્રયાસ કર્યો બાદમાં પોલીસે આ કારમાં રહેલા બંન્ને શખ્સો અનિરુધ્ધસિંહ સોઢા અને મુસ્તાક પઠાણને ઝડપી પાડ્યા હતા. આ બંન્ને શખ્સોએ હત્યાની કબૂલાત કરી હતી. જ્યારે તેની સાથે રહેલા બે શાર્પશૂટરો સોનુ અને બબલુ રસ્તામાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે બંન્ને શખ્સોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે હથિયારોની સપ્લાય કરનાર હરિયાણાના પલવલના રહેવાસી અજીત ઠાકુરને હરિયાણા પોલીસને માહિતી આપી પકડી પાડ્યો છે, જેનો કબ્જો લેવા ટીમને હરિયાણા મોકલી આપી છે.
પોલીસના કહેવા પ્રમાણે દિવ્યરાજસિંહ અને અનિરુધ્ધસિંહ વચ્ચે ઝગડો ચાલતો હતો, જેનો ખાર રાખીને હુમલાનું કાવતરૂ ઘડ્યુ હતુ. આ કાવતરામાં ઓમદેવસિંહ જાડેજા કે, જેમને દિવ્યરાજસિંહ સાથે જમીનનો ઝધડો ચાલતો હતો. તે પણ જોડાયો હતા. બંન્નેએ આ માટે રાજસ્થાનથી સોનુ અને બબલુ નામના બે શાર્પશૂટરો બોલાવવામાં આવ્યા હતા. જ્યારે હથિયારો હરિયાણાના પલવલ રહેતા અજીત ઠાકુર પાસેથી મંગાવવામાં આવ્યા હતા. ધ્રોલ રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો નામના શખ્સે રેકી કરી હતી અને તેને આપેલા સમય અને સ્થળે જ્યારે દિવ્યરાજસિંહ પહોંચ્યો ત્યારે શાર્પશૂટર અને અનિરુદ્ધસિંહે જાહેરમાં ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here