ધ્રાંગધ્રા : બંદૂક સાથે શખ્સ ઝડપાયો

0
16
Share
Share

સુરેન્દ્રનગર તા. ૧૪

સુરેન્દ્રનગરઃધ્રાંગધ્રા-કુડા રોડ પરથી એક શખ્સ ગેરકાયદેસર બંદૂક સાથે પસાર થવાનો હોવાની બાતમીને આધારે એસઓજી ટીમે વોચ રાખી હતી. જેમાં ધ્રાંગધ્રા ૪૯ વર્ષીય શખ્સને રુપિયા પ હજારની બંદુક સાથે પકડી લઇ ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હવાલે કરાયો છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલી એસઓજી ટીમના ઘનશ્યામભાઇ અને જયરાજસિંહને ગેરકાયદેસર હથીયારની બાતમી મળી હતી. આથી ધ્રાંગધ્રા-કૂડા રોડ પર આવેલા વીજ કંપનીના સબ સ્ટેશન પાસે વોચ રાખી હતી. જેમાં ધ્રાંગધ્રાના નરશીપરામાં રહેલો ૪૯ વર્ષીય વલ્લમજીભાઇ દેવજીભાઇ પાલનપુરા શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેની લાશી લેવાઇ હતી. તલાશી દરમિયાન તેની પાસેથી રુપિયા ૫ હજારની કિંમતની દેશી હાથ બનાવટની મજરલોડ બંદુક મળી આવી હતી. આ શખ્સને ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હવાલે કરી કાર્યવાહી હાથ ધરાઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here