ધ્રાંગધ્રા : નરાળી ગામે ગેરકાયદે જંતુનાશક દવા વેંચનાર શખ્સ ઝબ્બે

0
20
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૪

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી જિલ્લામાં બીલ તથા પરવાના વગર ગેરકાયદેસર જંતુનાશક દવાઓ વેચતા વેપારીઓ વિરૂઘ્ધ કાર્યવાહી કરવાની ઝુંબેશના ભાગરૂપે એસઓજી પીઆઈ બી.એમ.રાણા સહિતના સ્ટાફે બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. જે દરમ્યાન ગેરકાયદેસર રીતે જંતુનાશક દવાનું વેચાણ કરતા કેશુભાઈ ઉર્ફે કિરણભાઈ ટપુભાઈ સોલંકી ઉ.વ.૩૫ રહે.જસમતપુર તા.ધ્રાંગધ્રાની નરાળી ગામ ખાતે આવેલ ભગીરથ એગ્રો એજન્સીમાં રેઈડ કરી રેન્જર પ્લાન્ટ ગ્રોથ પ્રોમોટર તથા ઝપક નીમ સીડનામની ગેરકાયદેસર જંતુનાશક દવાઓની નાની-મોટી બોટલ નંગ-૮૭ કિંમત રૂા.૧,૪૦,૭૧૦ નો મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા એસઓજી પોલીસે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાંથી પણ ગેરકાયદેસર કાર્બન અને ઝેરી દવા સાથે ઝડપી પાડયા હતા ત્યારે ફરી ગેરકાયદેસર જંતુનાશક દવાઓ સાથે એક શખ્સને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here