ધ્રાંગધ્રા નજીક ટેન્કરની આડમાં રૂ.૨૩.૮૦ લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

0
22
Share
Share

૬૦૬૦ બોટલ શરાબની અને ૨૦૪૦ બીયરના ટીન, ટેન્કર, મોબાઇલ અને રોકડ મળી રૂ.૩૪ લાખનો મુદામાલ કબજે

સુરેન્દ્રનગર તા. ૮

અમદાવાદ-ધ્રાંગધ્રા ધોરી માર્ગ પર આવેલા વડગાસ ગામના પાટીયા પાસેથી ગેસના ટેન્કરની આડમાં રૂ.ર૩.૮૦ લાખનો વીદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે ટેન્કર ચાલકની ધરપકડ કરી ૬૦૬૦ બોટલ શરાબ, ૨૦૪૦ બીયરના ટીન અને ટેન્કર મળી રૂ.૩૪ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ બુટલેગરો દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટા પાયે વીદેશી દારૂ ઘુસાડવા સક્રિય થયા હોવાની અમદાવાદ જીલ્લા પોલીસ વડાને મળેલી માહીતીને આધારે બુટલેગરો ઉપર તુટી પડવા આપેલી સુચનાને પગલે વીરમગામ પોલીસ મથકના પીએસઆઇ એમ.એચ. ઝાલા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે આર જે ૩૧ જીએ ૬૦૭૫ નંબરના ગેસના ટેન્કરમાં વીદેશી દારૂ ભરીને કચ્છ તરફ જઇ રહયાની મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રા નજીક વડગાસ ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલા ટેન્કરને અટકાવી તલાસી લેતા રૂ.૨૩.૮૦ લાખની કીંમતના ૬૦૬૦ બોટલ દારૂ અને ૨૦૪૦ બીયરના ટીન સાથે ટ્રકના ચાલક રાજસ્થાની હનુમાન રીડમલરામ બીસ્નોઇ ની ધરપકડ કરી પોલીસે દારૂ, બીયર, ટેન્કર, રોકડ અને ૩ મોબાઇલ મળી રૂ. ૩૪ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here