ધ્રાંગધ્રાઃ નારીચાણા તથા ન નરાવી ગામેથી બે બોગસ તબીબ ઝડપાયા

0
14
Share
Share

સુરેન્દ્રનગર, તા.૧૬

ધ્રાંગધ્રાના નારીચાણા અને નરાળીમાં છેલ્લા કેટલાક વર્ષોથી દવાખાનુ ખોલી લોકોની સારવાર બોગસ ડોક્ટર કરતા હોવાની બાતમી એસઓજી ટીમને મળી હતી. આથી બન્ને સ્થળે દરોડા કરી બોગસ ડોકટરોને ઝડપી લેવાયા હતા. જેમાં નરાળીમાં રુપિયા ૧૮૪૮૦ અને નારીચાણામાં ૯૫૨૩૦ની એલોપેથી દવાઓ જપ્ત કરાઇ હતા. સુરેન્દ્રનગર એસઓજી ટીમે ધાંગધ્રા પંથકના નારીચાણા અને નરાળીમાં દરોડા કરી બન્ને સ્થળેથી બોગસ ડોકટરોને દવાના જથ્થા સાથે પકડી લીધા હતા. જેમાં નારીચાણામાં મનોજભાઈ ચીમનલાલ ઠક્કર ૧૦ વર્ષથી દવાખાનું ખોલી સારવાર કરતો હોવાની બાતમી યોગેન્દ્રસિંહ ચૂડાસમાને મળતા રેડ કરાઇ હતી. નારીચાણાના બોગસ ડોકટર પાસે કોઇ તબીબી પ્રમાણપત્ર મળી આવ્યુ ન હતુ. આથી નારીચાણાના ધાવડી માતાજીના મંદીર પાસે રહેતા મનોજ ઠક્કરની ૯૫૨૩૦ની એલોપેથી દવાઓ સાથે ધરપકડ કરાઇ હતી. જયારે નરાળી ગામે રવીન્દ્રનાથ રણજીતસિંહ બાછડને જયરાજસિંહ ઝાલાએ ઝડપ્યો હતો. જેમાં તબીબી સટર્ીફીકેટ વગર છેલ્લા ૭ વર્ષથી પ્રેકટીસ કરતા મૂળ ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાના વીલાસપુર ગામના ૩૯ વર્ષીય રવીન્દ્રનાથ રણજીતસિંહ બાછડને ઝડપી લીધો હતો. આ શખ્સ પાસેથી રુપિયા ૧૮૪૮૦ની દવાઓનો જથ્થો અને સાધનો જપ્ત કરાયા હતા. આ બન્ને દરોડામાં એસઓજી પીઆઇ બી.એમ.રાણાની સૂચનાથી પ્રવીણભાઈ, ડાયાલાલ, સંગીતાબા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here