ધો.૧૨ સામાન્ય પ્રમાહનું ૭૬.૨૯% પરિણામ, વિદ્યાર્થીનીઓએમારી બાજી

0
42
Share
Share

ગત વર્ષ કરતા ૩ ટકા પરિણામ વધુ, ૨.૮૩ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા

ગાંધીનગર,તા.૧૫

કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે. આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ(કોમર્સ)ના પરિણામને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૫.૩૩ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો-૧૨ સામાન્ય પ્રવાહનું ૭૬.૨૯% પરિણામ જાહેર કરાયું છે. ગતવર્ષની સરખામણીએ પરિણામ ૩ ટકા વધ્યું છે. રાજ્યના આ પરિણામમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પરિણામના આંકડા મુજબ કુલ ૮૨ ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે જ્યારે ૭૦.૯૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. કુલ પરિણામ ૭૬.૨૯ ટકા છે. કુલ ૧,૩૮,૮૦૮ વિદ્યાર્થીઓ અને ૧,૪૪,૮૧૬ વિદ્યાર્થિનીઓ પરિણામ મેળવવાને પાત્ર થઈ છે. બનાસકાંઠાના સોની કેન્દ્રનું સૌથી વધુ ૯૭.૭૬ ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ડોળાસા કેન્દ્રનું ૩૦.૨૧ ટકા છે. સૌથી વધુ પાટણ જિલ્લાનું ૮૬.૬૭ ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું જૂનાગઢ જિલ્લાનું ૫૮.૨૬ ટકા પરિણામ છે. ૧૦૦ ટકા પરિણામ ધરાવતી ૨૬૯ શાળાઓનો સમાવેશ થાય છે, જ્યારે ૫૬ શાળાઓનું પરિણામ ૧૦ ટકા કરતા ઓછું આવ્યું છે. ૫૨૨ વિદ્યાર્થીઓએ છ૧ ગ્રેડ મેળવ્યો છે. પરિણામમાં વિદ્યાર્થીનીઓએ ફરી એકમાર બાજી મારી છે. વિદ્યાર્થીનીઓનું ૮૨.૨૦ ટકા પરિણામ આવ્યું છે.

પરીક્ષામાં ગેરરીતિના ૭૪૪ કેસ પણ નોંધવામાં આવ્યા છે. આજે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ- ૨૦૨૦ની પરીક્ષા માટે ૫.૨૭ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી અંદાજે ૫ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ ઓનલાઇન રિઝલ્ટ બોર્ડની વેબસાઇટ પર જોઇ શકાયું છે. બોર્ડે રિઝલ્ટ ઓનલાઇન સમય સવારના ૮ વાગ્યાનો જાહેર કર્યો છે. રેગ્યુલર ૩.૭૪ લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા હતા, જ્યારે કે ૭૯ હજાર વિદ્યાર્થીઓ રીપિટર તરીકે રજિસ્ટર્ડ થયા હતા.

ધો. ૧૦ અને ધો. ૧૨ સાયન્સનું ઘટ્યું પણ ધો.૧૨ કોમર્સનું પરિણામ ૩ ટકા વધ્યું છે. જ્યારે આ વર્ષે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પરીક્ષામાં ૮૨.૨૦ ટકા વિદ્યાર્થીનીઓ અને ૭૦.૯૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષ કરતા ૩ ટકા પરિણામ વધુ આવ્યું છે. ૨૦૧૯માં ૭૩.૨૭% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે ૭૬.૨૯% પરિણામ જાહેર થયું છે. બીજીતરફ ત્રણેય રિઝલ્ટમાં સુરતના વિદ્યાર્થીઓ જ આખા રાજ્યમાં ટોપ પર રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here