ધોલેરા ખાતે સમગ્ર ગુજરાતના તમામ પાંજરાપોળ, ગૌશાળાનાં સંચાલકો સાથે રવીવારે એક ચિંતન શીબીર

0
37
Share
Share

‘‘ જીવદયા શ્રેષ્ઠીઓ જીવદયાના પ્રશ્નો અંગે વિચાર-વિમર્શ કરશે.

રાજકોટ, તા.૨

જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે પશ્ચિમ ભારતમાં ૧પ૦૦ થી વધુ પાંજરાપોળોના ટ્રસ્ટીવર્યો અથાક પુરુષાર્થથી ૬ લાખથી વધુ અબોલ જીવોનું જીવનપર્યત જતન કરે છે. આર્થિક વ્યવસ્થા, ઘાસ-ચારાની ઉપલબધ્તા, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે.

આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતની તમામ સંસ્થાઓના તમામ ટ્રસ્ટીઓને એકબીજાનો પરીચય થાય, એક બીજાની હૂંફ મળે અને એકબીજાનો સહકાર મળે તે માટે વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ’સમસ્ત મહાજન’ ના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલવેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર ગિરીશભાઈ શાહ( ૯૮ર૦૦ ર૦૯૭૬) અને સાથી ટીમના માર્ગદર્શનમાં સમસ્ત મહાજન , દ્રારા વિવિધ સંસ્થાઓના સંયુકત ઉપક્રમે ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધીકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ શ્રી સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓ માટે એક દિવસીય ચિંતીન શીબીરનું આયોજન તા.૭,ફેબુ્રઆરી, રવીવારના રોજ ગોકુલગામ આમલી, વટામણ-ધોલેરા રોડ ખાતે સવારે ૮-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી કરવામાં આવ્યું છે.

વિશેષ માહિતી માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર  ગિરીશભાઈ શાહ, મિતલ ખેતાણી (મો.૯૮ર૪રર૧૯૯૯), દેવેન્દ્ર જૈન (મો.૯૮રપ૧ર૯૧૧), રાજુભાઈ શાહ (મો.૯૮૭૯૪૬૧૮૭૬) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here