ધોરાજી : સુપેડી ગામે પતિ સહિત ત્રણ સાસરીયાનાં ત્રાસથી પરિણીતાનો આપઘાત

0
62
Share
Share

ધોરાજી તા. ર૩

ધોરાજીના સુપેડી ગામે પરણીતા એ ગળાફાંસો ખાઇ મોત માંગી લીધુ હોવાનો બનાવ બન્યો છે. આ બનાવમાં ત્રાસ અંગે ફરીયાદ થઇ છે.

ધોરાજી નજીક આવેલ સુપેડી ગામે રહેતા રવીનાબેન અજયભાઇ સોલંકી ઉ.વ. ર૧ એ પોતાના ઘેર બપોર બાદ પરીવારજનો કામે ગએલ અને બાદમાં રવીનાબેને પોતાના ઘેર દુપટાથી ગળાફાંસો ખાઇ ગએલ અને તેની ડેડ બોડી ધોરાજી સરકારી દવાખાને પીએમ અર્થે આવેલ.

આ અંગે લગ્નગાળો ૪ વર્ષનો હોય અને મામલતદાર અને મહીલા પીએસઆઇ નયનાબેન કદાવાલાએ તપાસ હાથ ધરેલ.આ અંગે મરણ જનારના પરીવારજનોએ ધોરાજી પોલીસમાં (૧) રમેશ વશરામ સોલંકી (ર) અજય રમેેશ સોલંકી અને (૩) પ્રભાબેન રમેશભાઇ સોલંકી વિરુધ્‌ધ દુઃખ ત્રાસ અને મરવા મજબુર કર્યા અંગે ધોરાજી પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે આઇપીસી કલમ ૩૦૬/૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી પીએસઆઇ નયનાબેન કદાવાલાએ આરોપીઓને પકડવા ચક્રો ગતીમાન કરેલ હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here