ધોરાજી : વેગડી ગામેથી પ૮૭ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, બે શખ્સો ફરાર

0
24
Share
Share

ધોરાજી તા. રપ

રાજકોટ જીલ્લાના ઇન્ચાજર્ પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર મીણા તથા જેતપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એ રાજકોટ જીલ્લામા દારૂ જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ અને હાલે પ્રોહી જુગારની ડ્રાઇવ ચાલુ હોય જે અન્વયે પો.ઇન્સ એચ.એ. જાડેજાને ખાનગીરાહે હકીકત મળેલ કે ધોરાજીના વેગડી ગામે રહતા ભાવેશ ભોજાભાઇ કોડીયારતએ ઇંગ્લીશ દારૂનો જથ્થોે ઉતારેલ છે.

એ અન્વયે ધોરાજી પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફ ને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ હતો. અને આ રેઇડ દરમ્યાન આરોપીઓ નાશી જતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ દરોડાની કામગીરી એચ.એ જાડેજા (પો.ઇન્સ ધોરાજી પો.સ્ટે.) ચંદ્રસિંહ વસૈયા (પો.હેડ કોન્સ), અનીરૂધ્ધસિંહ સુરૂભા ઝાલા (પો.કોન્સ), સહદેવસીંહ ચૌહાણ (પો.કોન્સ) અને પ્રદીપસીંહ ચુડાસમા (પો.કોન્સ) દ્વારા કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here