ધોરાજી : ભુખી ચોકડી નજીક ખાનગી બસ હડફેટે બાઇક ચડતા વૃધ્ધ કર્મચારીનું મોત

0
34
Share
Share

ધોરાજી તા. ર૦

ધોરાજીની ભુખી ચોકડી પાસે ખાનગી બસે બાઇકને હડફેટે લેતા જેતપુરની શુઘ્ધીકરણ યોજનામાં સુપર વાઇઝર તરીકે ફરજ બજાવતા સુરેશભાઇ છગનભાઇ કમાણી (ઉ.વ.૬૦)નું મોત નિપજયું હતું. મૃતક ધોરાજીથી જેતપુર કામ અર્થે જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.મૃતકના પુત્ર અને ધોરાજીમાં ખાનગી સ્કુલનું સંચાલન કરતા હિતેશભાઇ સુરેશભાઇ કમાણી (ઉ.વ.૩૬, રહે.કુંભારવાડા, જે.ડી.બાલધા વાળા નાકામાં ધોરાજી)એ ધોરાજી પોલીસ મથકે અકસ્માત મૃત્યુ અંગે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગઇકાલે પાંચેક વાગ્યા આસપાસ તેમના પિતા સુરેશભાઇ કમાણી પોતાના જીજે ૦૩ બીડી ૬૮૫૯ નંબરના બાઇક પર પોતાની નોકરીએ જવા ધોરાજીથી નીકળ્યા હતા. ત્યારે રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર ભુખી ચોકડી પાસે પુરપાટ ઝડપે આવતી જીજે ૦૩ બીટી ૯૯૧૨ નંબરની માતૃ કૃપા લખેલ ખાનગી ટ્રાવેલ્‌સ બસે સુરેશભાઇના બાઇકને હડફેટે લીધુ હતું. અકસ્માત સર્જાયો ત્યારે બાઇક સહિત સુરેશ ૪૦-૫૦ ફૂટ સુધી ઢસડાયા હતા. જેથી તેમના બંને હાથ માથાના ભાગે અને શરીરમાં આંતરીક ઇજાઓ થઇ હતી.

ઇજાગ્રસ્ત સુરેશભાઇને તત્કાલ ધોરાજીના દવાખાનામાં ખસેડાયા હતા. જયાંથી જુનાગઢ સિવિલમાં રીફર કરાયા હતા અને સારવાર દરમિયાન જ તેમણે દમ તોડી દેતા પટેલ પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક સુરેશભાઇને સંતાનમાં એક પુત્ર છે, પોતે છેલ્લા પ-૬ વર્ષથી જેતપુર એસો.ની શુઘ્ધીકરણ યોજનાની સાઇટ પર સુપર વાઇઝર તરીકે ફરજ બજાવતા હતા.

મોરબી : સીરામીક કારખાનામાં બીજા માળેથી પટકાયેલા શ્રમિકનું મોત

મુળ રાજસ્થાનના ભરતપુર જીલ્લાના વતની અને હાલ મોરબીના વાંકાનેર રોડ પર આવેલી વર્ધમાન સીરામીક ફેકટરીમાં રહી ત્યાં જ કામ કરતા બલવિરસિંગ દતારામ ગુજર્ર (ઉ.વ. ૪૫) ગઇકાલે રાત્રે નવ વાગ્યા આસપાસ લઘુ શંકા માટે ફેકટરીના બીજા માળે આવેલા શૌચાલય સુધી ગયા હતા. જયા તેમનો પગ લપસી જતા બીજા માળેથી જમીન પર પટકાયા હતા.

તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ફેકટરીમાં હાજર અન્ય કામદારોએ તેમને મોરબીની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જયા તેમની તબીયત લથડતા એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સીવીલમાં રીફર કરાયા હતા. જયા સારવાર દરમ્યાન તેમણે દમ તોડી દેતા રાજસ્થાની શ્રમીક પરીવારમાં કલ્પાંત સર્જાયો હતો.પોલીસે બનાવના પગલે હોસ્પિટલે દોડી આવી મૃતદેહને પોસ્ટમોટર્મ માટે ખસેડી જરુરી કાગળ કાર્યવાહી કરી હતી.બલવીરસીંગ સાથે કામ કરતા મુકુટસિંગએ જણાવ્યુ હતુ કે બલવીરસીંગનો પરીવાર રાજસ્થાન પોતાના વતન ખાતે રહે છે. તેઓ અહીં એકલા રહી કામ કરતા હતા. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વતન લઇ જવામાં આવ્યો છે.

રાજુલા : કડીયાળી ગામે દાઝી જતા પરિણીતાનું મોત

રાજુલા તાલુકાના કડીયાળી ગામે રહેતા સંગીતાબેન મુનાભાઈ  મકવાણા નામની રપ વર્ષીય પરિણીતાએ ગત તા.૧રના સાંજના સમયે પોતાના ઘરે કોઈ કારણોસર લાગી આવતા પોતાની મેળે શરીરે કેરોસીન છાંટી સળગી જતાં તેણીને ગંભીર હાલતમાં ભાવનગર હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયેલ. જયાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયાનું પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં જાહેર થવા પામ્યું છે. લાઠી પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર વાય.પી. ગોહિલ ઘ્વારા દારૂનાં ગેરકાયદેસરનાં  ધંધાર્થી (૧) ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ ખીચડીયા રહે. કામરેજ તથા (ર) સુરપાલસિંહ ઉર્ફે લાલો સજુભા ગોહીલ રહે. કડોદરા વિરૂઘ્‌ધ પુરાવાઓ એકઠા કરી, પાસા દરખાસ્તો તૈયાર કરી , પોલીસ અધિક્ષક મારફતે મેજીસ્ટ્રેટ તરફ મોકલી આપેલ. જેના દરખાસ્ત મંજૂર થવા સાથે વોરંટ આધારે આરોપી ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ ખીચડીયાને ગોધરા સબ જેલ તેમજ આરોપી  સુરપાલસિંહ ઉર્ફે લાલો સજુભા ગોહીલને પાસા વોરંટની બજવણી કરી હિંમતનગર સબ જેલમાં અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે. સગીરાનું અપહરણ સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામની સીમમાંરહેતી એક ૧૭  વર્ષીય તરૂણીને ગત તા.૯/૧ના રાત્રીના સમયગાળા દરમિયાન તે જ ગામે રહેતા હિંમતભાઈ અરજણભાઈ સોંદરવા નામનો ઈસમ તરૂણીને લલચાવી ફોસલાવી, વાલીના વાલીપણામાંથી ભગાડી લઈ ગયાની ફરિયાદ ભોગ બનનાર તરૂણીની માતાએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવી છે.

ભાવનગર : મારામારીના કેસમાં ત્રણ સગા ભાઇઓ દોષીત, પાંચ વર્ષની સજા-દંડ, સામા પક્ષે રોકડ દંડ

ચારેક વર્ષ પુર્વે ઘોઘા રોડ ઉપર થયેલી મારામારી કેસમાં ત્રણ આરોપી સામે કેસ ચાલી જતા ડીસ્ટ્રીકટ કોટર્ે ત્રણ આરોપીઓને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.

ફરીયાદી જયપાલસીંહ મહીપતસીંહ ગોહીલ (રહે. ઘોઘા રોડ જકાતનાકા શીવાજી સર્કલ ભાવનગર) ગત તા. ૯/૫/૧૬ ના રોજ તેમના ભુતેશ્વર ગામે મેલડીમાના મંદીરે લોક ડાયરો હોય સાંજના સુમારે મોટરસાઇકલ લઇને ઘરેથી નીકળ્યા હતા. અગાઉ નકકી થયા મુજબ તેમના મીત્રને લેવા તેના ઘરે ગયેલા અને ત્યાંથી તેને લઇને શીવાજી સર્કલ ખાતે પેટ્રોલ પંપ સામે તેમના અન્ય મિત્ર હાજર હોય તેણે ફરીયાદીને ઉભા રાખી પુછેલ કે જાવ છો જેથી ફરીયાદીએ તેનુ મુળ ગામ ભુતેશ્વર હોય આથી ચાલ તારે સાથે ડાયરામાં આવવુ હોય તેમ કહેતા તેમના મીત્ર પણ બાઇક પર બેસી ગયેલ અને અન્ય મીત્રો ડાયરામાં ગયા હતા.

તે વેળાએ નીશાળની સામે રહેતા અનીલ સરવૈયા નામનો શખ્સ ચોકમાં ઉભો હતો તેણે બાઇક ફરીયાદીની રોકીને ફરીયાદીને ગાળો આપી કહેલ કે તુ મારી દીકરીની પાછળ કેમ પડી ગયો છો ? તેમ કહી ફરીયાદીને સાથે લડાઇ ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન સામે જ રહેતા અનીલભાઇ સરવૈયાના ભત્રીજા અશ્વીન, રાજેશ, જયેશ, ત્રણેય સગા ભાઇઓએ લાકડી ધોકા વડે ફરીયાદી ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

આ બનાવ અંગે ફરીયાદી જયપાલસીંહ મહીપતસીંહ ગોહીલે આ કામના આરોપીઓ (૧) અનીલભાઇ પાંચાભાઇ સરવૈયા/કોળી (ઉ.વ. ૪૫) (ર) અશ્વિનભાઇ વીનુભાઇ સરવૈયા/કોળી (ઉ.વ. ર૮) (૩) રાજેશભાઇ વીનુભાઇ સરવૈયા/કોળી (ઉ.વ. ૨૭) (૪) જયેશભાઇ વીનુભાઇ સરવૈયા/કોળી (ઉ.વ. ૨૩) (રહે. તમામ સરદારનગર લંબે હનુમાન પાછળ મફતનગર સરકારી શાળાની સામે ભાવનગર) સામે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૦૭, ૩૨૬, ૩૨પ, ૩૨૩, ૫૦૪, ૧૧૪, જીપીએકટ ૧૩૫ મુજબનો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ ચાલી જતા ગુનો સાબીત માની ત્રણેય આરોપીઓને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ.પાંચ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ૧૫ દીવસની કેદની સજા ઇપીકો કલમ ૩૨૩ મુજબના ગુના સબબ ત્રણેય આરોપીઓને ૬ માસની કેદની સજા તથા રોકડા રૂ.એક હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ૭ દીવસની સજા અદાલતે ફટકારી હતી.આ સામસામી મારામારીની ક્રોસ ફરીયાદમાં કેસ ડીસ્ટ્રીકટ કોટર્માં ચાલી જતા મુખ્ય આરોપી જયપાલસીંહ મહીપતસીંહ ગોહીલ સામે ઇપીકો કલમ ૩ર૩ મુજબનો ગુનો સાબીત માની રૂ. પાંચ હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ સાત દીવસની સજા ઇપીકો કલમ ૩૩૭ મુજબના ગુના સબબ રૂ. પાંચ હજારનો દંડ દંડ ન ભરે તો વધુ સાત દીવસની સજા અદાલતે ફટકારી હતી.

વાંકાનેર : કારખાનામાં લેબર કવાર્ટરમાં આગથી શ્રમિકોના ત્રણ સંતાનો દાઝયા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામ પાસે ફોરમ ટાઇલ્સ નામના સીરામીકના કારખાનામાં ગઇકાલે કવાટર્રમાં રહેતા મજુર બામીદેત પંડીતના ત્રણ સંતાનો કવાટર્ર અંદર હતા. તેની ૧પ વર્ષની દીકરી શંકુતલાએ પોતાના રુમની અંદર રસોઇ બનાવવા માટે ગેસનો બાટલો ચાલુ કર્યો હતો અને રસોઇ બનાવવા જતી હતી

ત્યારે અચાનક જ કોઇ કારણોસર ગેસના બાટલામાં આગ લાગી ગઇ હતી જેથી રૂમમાં રહેલ શંકુતલા (ઉ. ૧પ), નાનો ભાઇ કરુણાશંકર (ઉ. ૭) અને તેની નાનીબેન અનુસરી (ઉ. પ) ગંભીર રીતે દાઝી ગયા હતા. રુમનો દરવાજો અંદરથી બંધ હતો જેથી પાડોશમાં રહેતા મજુરોએ દરવાજો તોડીને ત્રણેય બાળકોને બહાર કાઢયા હતા.ત્રણેય બાળકો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેઓને તાત્કાલીક સારવાર માટે વાંકાનેર સીવીલ હોસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ત્રણેય બાળકોને રાજકોટ સીવીલ હોસ્પીટલ લઇ જવામાં આવ્યા છે. અને બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here