ધોરાજીઃ મહિલાને લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચરતો આર્મીમેન

0
21
Share
Share

ધોરાજી, તા.૧

ધોરાજીમાં ફેસબુક મારફતે મિત્રતા થયા બાદ મહીલાને લગ્નની લાલચ આપી ખાનગી હોટલ સહીત જુદા-જુદા સ્થળો પર લઈ જઈ સાત થી આઠ વખત બળજબરીથી આમીમેને દુષ્કર્મ ગુર્જાયા અંગેની ધોરાજી ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે ધોરાજી પોલીસ સ્ટેશનમાં પુખ્તવયની મહીલાએ ધોરાજીના બહારપુરામાં રહેતા જમ્મુ-કાશ્મીરમાં આર્મીમેન તરીકે નોકરી કરતા વીજય હરી સાગઠીયા સામે ૨૦૧૭ થી ૨૦૨૦ સુધીમાં અલગઅલગ સ્થળો પર લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યા અંગેની ફરીયાદ નોંધાવી છે. ધોરાજીમાં રહેતા મહીલાને ફેસબુક મારફતે ગામના જ બહારપુરમાં રહેતા વિજય હરી સાગઠીયા સાથે મિત્રતા થઈ હતી.મેસેજ અને કોલીંગથી વાત શરૂ થયા બાદ બન્નેએ ખાનગી હોટેલમાં મળવાનું શરૂ કર્યું હતું. ૨૦૧૭થી ૨૦૨૦ દરમિયાન આર્મીમેન વિજય સાંગઠીયાએ લગ્ન કરવાની લાલચ આપી વિરપુર સહીતની ખાનગી હોટલમાં લઈ જઈ સાતથી આઠ વખત મહિલા પર દુષ્કર્મ આચરી-ધમકી આપી હતી. ચાર વર્ષ સુધી સંપર્કમાં રહ્યા બાદ વિજય સાગઠીયા પોતે પરિણીત હોવાનું જણાવી લગ્ન નહી કરે તેવુ જણાવી ધમકી આપી હતી. આરોપી વિજય સાગઠીયાનું લગ્ન થયા બાદ નાખુશ થયેલી મહીલાએ ધોરાજીમાં અરજી કર્યા બાદ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here