ધોની આઇપીએલમાં ૧૫૦ કરોડથી વધુ કમાણી કરનાર પ્રથમ ક્રિકેટર બન્યો

0
24
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓને રિટેન કરવાનો સિલસિલો ચાલુ છે. દરેક ફ્રેન્ચાઇઝીએ ૨૧ જાન્યુઆરી સુધી ખેલાડીઓને રિટેન કરી લીધી છે, આમ છતાં ૪થી ફેબ્રુઆરી સુધી રિટેન વિન્ડો ખુલ્લી છે. ત્યારે આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે ચેન્નાઇ સુપર કિંગ્સે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને રિટેન કરી લીધો છે. આ રિટેનની સાથે જ ધોનીએ એક નવો ઇતિહાસ રચી દીધો છે. ધોની આઇપીએલમાં ૧૫૦ કરોડથી વધુ કમાણી કરનારો પહેલો ક્રિકેટર બની ગયો છે, આ લિસ્ટમાં રોહિત અને કોહલી ઘણા પાછળ રહી ગયા છે.

ધોની એકમાત્ર એવો ખેલાડી છે જેને આઇપીએલમાં સૌથી વધારે કમાણી કરી છે, તેને અત્યારે સુધી ૧૫૨ કરોડથી વધુ રૂપિયા આઇપીએલમાંથી કમાઇ લીધા છે. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સમાંથી તેને ૧૩૭ કરોડ કમાયા છે. ધોની ૨૦૦૮થી ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે, અને તેને દરેક સેશનની લગભગ કમાણી ૧૫ કરોડથી વધુની છે. આ રિટેશન્સ બાદ ધોનીની કુલ કમાણી ૧૫૦ કરોડની પાર થઇ ગઇ છે.

તેની સેલેરી ઉપરાંત આઇપીએલની ત્રણ સિઝનમાં વિનિંગ ટીમ બનવાના કારણે ૬૦ કરોડ રૂપિયા પણ મળી ચૂક્યા છે. ચેન્નાઇએ ફરી એકવાર ધોની પર ભરોસો રાખીને તેને ૨૦૨૧ માટે રિટેન કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here