ધોનીના પાકિસ્તાની ફેને કહ્યું-હું પણ નિવૃત્ત થઈ ગયો,હવે સ્ટેડિયમમાં નહિ જાઉં

0
20
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૭

મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિને ૨ દિવસ થઈ ગયા છે. પરંતુ તેને ચારેકોરથી હજીપણ એટલો જ પ્રેમ મળી રહ્યો છે. પૂર્વ અને વર્તમાન ક્રિકેટર્સ, નેતાઓ અને બોલીવુડની હસ્તીઓ સાથે હવે આ સૂચિમાં પાકિસ્તાનના ધોની ફેન, ’ચાચા શિકાગો’ તરીકે જાણીતા મોહમ્મદ બસીર બોઝાઈનો પણ સમાવેશ થયો છે. તેમણે કહ્યું કે, ધોની સાથે હું પણ નિવૃત્ત થઈ ગયો છું. ચાચાએ કહ્યું કે, ધોનીએ રિટાયર થતા હું પણ ક્રિકેટ માટે ટ્રાવેલ નહિ કરું. ક્યારેય સ્ટેડિયમમાં જઈને મેચ નહીં જોઉં. હું ધોનીને બહુ પ્રેમ કરું છું અને એમણે પણ મને માન આપ્યું છે.

દરેક પ્લેયરે એક દિવસ જવાનું જ હોય છે, પરંતુ ધોનીની નિવૃત્તિથી હું દુઃખી થયો છે. તેમણે એક ફેરવેલ રમવી જોઈતી હતી, પરંતુ ધોની આ બધી વાતોથી ઉપર છે. ચાચાએ કહ્યું, એકવાર કોરોનાનો ખતરો સમાપ્ત થાય એટલે હું ચોક્કસ રાંચી જઈને ધોનીને મળીશ. હું રામભાઈ (ધોનીના ફેન નંબર ૧)ને કહીશ કે એ પણ મારી સાથે આવે.  ચાચાએ કહ્યું, એકવાર કોરોનાનો ખતરો સમાપ્ત થાય એટલે હું ચોક્કસ રાંચી જઈને ધોનીને મળીશ. હું રામભાઈ (ધોનીના ફેન નંબર ૧)ને કહીશ કે એ પણ મારી સાથે આવે. ધોનીએ ચાચાને ૨૦૧૧ વર્લ્ડ કપ સેમિફાઇનલની ટિકિટ આપી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૦૧૧ના વર્લ્ડ કપની સેમિફાઇનલ મોહાલી ખાતે રમાઈ હતી. આ મુકાબલા માટે ટિકિટ મેળવવી અઘરી હોય છે. ત્યારે ધોનીએ પોતે ચાચાને મેચ માટે ટિકિટ આપી હતી. ચાચાએ કહ્યું, હું આઈપીએલ માં ભારત આવવાનું પસંદ કરત પરંતુ હું હાર્ટનો દર્દી છું. મને ત્રણ વખત હાર્ટ એટેક આવી ગયા છે અને અત્યારે ટ્રાવેલ કરવાની ના પાડવામાં આવી છે. એકવાર કોરોનાનો ખતરો સમાપ્ત થાય એટલે હું ચોક્કસ રાંચી જઈને ધોનીને મળીશ. હું રામભાઈ (ધોનીના ફેન નંબર ૧)ને કહીશ કે એ પણ મારી સાથે આવે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here