ધોનીએ કકડનાથ મરઘાના બે હજાર બચ્ચાનો ઓર્ડર આપ્યો

0
29
Share
Share

રાંચી, તા.૧૪

ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર્ડમેન્ટ લઈ લીધા બાદ એમએસ ધોની હાલ એક ધંધા પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે. કેપ્ટન કુલ તરીકે ઓળખાતો ધોની એવા પ્લાનમા રોકાણ કરી રહ્યો છે જ્યાં થોડાક જ વર્ષો બાદ તેના પર રૂપિયાનો વરસાદ થવા લાગશે. રાંચીમાં મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં મળી આવતા કડકનાથ મરઘાના ફાર્મિંગ પર નજર કરીએ તો ધોનીએ અહી ખુબ જ મોટું રોકાણ કર્યું છે. ધોનીએ મરઘાના ૨૦૦૦ બચ્ચા ખરીદવાનો ઓર્ડર ઝાબુઆ જિલ્લાના ખેડૂતોને આપ્યો છે.

એક અહેવાલ અનુસાર, એમ.એસ. ધોની પોતાના હોમટાઉન રાંચીમાં કડકનાથ મરઘાંનું ફાર્મિંગ કરવા જઈ રહ્યો છે. ધોનીએ અહીં નાના બચ્ચા ખરીદવાનો મોટો ઓર્ડર આપ્યો છે. આદિવાસી ખેડૂત વિનોદ મેંડાને વળતર ચૂકવાની ૨ હજાર બચ્ચા ૧૫ ડિસેમ્બર સુધી રાંચી મોકલવાનો ઓર્ડર તેને આપ્યો છે.

ઝાબુઆના કડકનાથ મરઘા અનુસંધાન કેન્દ્રના ડાયરેક્ટર ડો. આઈએસ તોમરે મીડિયાને જણાવ્યું કે, ધોનીએ પોતાના મિત્ર દ્વારા સંપર્ક કર્યો હતો. પરંતુ કેન્દ્રમાં એટલી માત્રામાં બચ્ચા ન હતા. તેથી તેઓએ ઝાબુઆના થાંદલા ગામના આદિવાસી ખેડૂતોનો સંપર્ક કર્યો છે. જે કડકનાથ મરઘાનું ફાર્મિંગ કરે છે. ઉલ્લેખનીય છે કે, કડકનાથ મરઘા મધ્યપ્રદેશના ઝાબુઆની ઓળખ છે. ભારત સરકાર દ્વારા કડકનાથને જીઆઈ ટેગ પણ આપવામાં આવ્યું છે. આ મરઘા કાળા રંગના હોય છે. તેમનું રક્ત કાળું, હડ્ડી કાળી અને કાળા માંસની સાથે તે લઝીઝ સ્વાદ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ મરઘા ફેટ અને કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here