ધુનધોરાજી આરોગ્ય સબ સેન્ટર ખાતે કોરોનાની જાગૃતિ માટે પ્રતિજ્ઞા લેવાઈ

0
14
Share
Share

નવાગામ, તા.૧૭

કોવિડ-૧૯ સંક્રમણ સામે બચાવના પગલાઓની જાગૃતિ સંદર્ભે ભારત સરકાર દ્વારા ૭ ઓકટોબરથી મોટાપાયે જાગરૂકતા જન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ કાલાવડ તાલુકાના ધુન ધોરાજી આરોગ્ય સબ સેન્ટર ખાતે કોવિડ-૧૯ ની જાગૃતિ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલ વૈશ્વિક મહામારીથી સમગ્ર દેશ હેરાન પરેશાન છે ત્યારે સાવચેતી જ રાખવી ખુબજ ઉપયોગી છે. કોરોનાની મહામારી વચ્ચે સાવચેતી જ યોગ્ય છે. કાલાવડ તાલુકાના ધુન ધોરાજી આરોગ્ય સબ સેન્ટર ખાતે કોવિડ-૧૯ ની જન જાગૃતિ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી સરકારે પણ અપીલ કરી હતી કે પોતાના કામના સ્થળે અથવા ઘરે કોરોના સામે બચાવના આવશ્યક તમામ પગલાઓનુ પાલન કરવા સંદર્ભે પ્રતિબદ્ધ થવા અંગેની શપથ લેવાના અભિયાનમાં સામેલ થવા જણાવ્યું છે. તેમજ આ રીતે સંક્રમણ સામે બચાવ અંગેના જાગૃતિ અભિયાનમાં પ્રદાન આપી સહયોગ આપવા જણાવ્યુ હતુ. ત્યારે આજે આ શપથ અભિયાનમાં ધુન ધોરાજીના આરોગ્ય કર્મચારી તેમજ ગામના પ્રથમ નાગરિક સમાન સરપંચ, હોમગાર્ડના જવાનો તેમજ ગ્રામ લોકો પણ જોડાયા હતા. તેમજ શપથ લેવામાં આવ્યા કે કામ વિના ઘરની બહાર નહિં નીકળી અને જ્યારે ઘરની બહાર જઈશુ ત્યારે માસ્ક, તેમજ ૬ ફૂટનુ અંતર જાળવશુ. તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા અંગેના ઉપાયોનુ પાલન સહિતની પ્રતિબદ્ધતાઓનુ પાલન કરશુ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here