ધારી શહેરમાં જીઆઈડીસી મંજુર કરવા ચેમ્બર ઓફ કોમર્સ-બજરંગ ગ્રૂપ દ્વારા ધારાસભ્યને રજુઆત

0
35
Share
Share

ધારી, તા.૩

અમરેલી જીલ્લાનો ધારી તાલુકો ખેતી આધારીત તાલુકો છે. આ તાલુકામાં કોઈ ઓધોગીક ઉધોગો નથી. ધારીનાં જર ગામમાં અગાઉ ડીએમસીસી ફેકટરી હતી તે પણ ઘણા વર્ષોથી બંધ થઈ ગયેલ છે. ત્યારે અગાઉ વર્ષો પહેલા ધારી અમરેલી રોડ ઉપર જીઆઈડીસી માટેની જગ્યા પણ ફાળવવામાં આવેલ હતી. તેવી જાણકારી છે.

ત્યારે ધારીના જાગૃત ધારાસભ્ય ધારી તાલુકા માટે ઘણા વિકાસ ના કાર્યો લાવેલ છે. સફારી પાર્ક ના વિકાસ માટે ગ્રાન્ટ મંજુર કરાવેલ છે. ધારી તાલુકાને પ્રવાસન વિભાગમાં સ્થાન અપાવેલ છે. જેનાથી ધારી શહેરમાં હોટલ, ખાણીપીણી, જેવા અનેક નાના મોટા ધંધાર્થીઓ ને તેનો લાભ મળશે. ત્યારે ધારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધારાસભ્ય જે.વી. કાકડીયાને લેખીતમાં રજુઆત કરી ધારી શહેર માટે જે વર્ષો પહેલા મંજુર થયેલ જીઆઈડીસીનું પ્રકરણ ફરી તાજુ કરી ધારીના વિકાસ માટે જે કાર્યો કરી રહેલ છે તેમાં ઉમેરો કરી ધારી ગામ માટે અમરેલી રોડ ઉપર જીઆઈડીસી મંજુર કરાવવા ચેમ્બર ઓફ કોમર્સ અને બજરંગ ગૃપ પ્રમુખ પરેશ પટણી, ધારીના વેપારી અગ્રણીઓ વિનુભાઈ કોઠારી, વિગેરે દ્વારા રજૂઆત કરાઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here