ધારી, તા.૧૩
ધારી બજરંગ ગ્રુપ દ્વારા વિનામૂલ્ય નેત્ર યજ્ઞમાં ઓપરેશન કરવા જતાં દદર્ીઓને માર્કેટિંગ યાર્ડ ધારી ખાતે નાસ્તો કરાવી રાજકોટ રણછોડદાસ બાપુ હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવેલ.તારીખ ૩/૨/૨૧ ને બુધવાર ના રોજ વિનામૂલ્ય નેત્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે તો ઓપરેશન ના લાયક વ્યક્તિઓએ માર્કેટિંગ યાર્ડ ધારી ખાતે હાજર રહેવું. દર મહિના ના પહેલા બુધવારે વિનામૂલ્ય નેત્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યમાં ડોક્ટર વાઘેલા સાહેબ, બજરંગ ગ્રુપ ના પરેશ પટ્ટણી, દુર્ગેશ ઢોલરિયા, મયુર જોશી, ધર્મેન્દ્ર લહેરુ, રમેશ ભાઈ મકવાણા, જયુ ભાઈ જેઠવા અને ભયા ભાઈ ધોબી હાજર રહી સેવા બજાવેલ,