ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે AMC કમિશનરને પત્ર લખી કોરોના મુદ્દે કરી રજૂઆત કરી

0
9
Share
Share

અમદાવાદ,તા.૨૯

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદના મ્યુન્સિપલ કમિશનર મુકેશકુમારને પત્ર લખી કોરોના મુદ્દે રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યુ કે, હાઈકોર્ટ દ્વારા એક માસમાં બે વખત વીએસ હોસ્પિટલને સજીવન કરવા સૂચન કર્યા છતાં સત્તાધીશો રાજકીય કારણોસર જૂની વીએસને તાળા મારવાતત્તપર છે. આ ઉપરાંત વિવાદમાં રહેલી જૂની વી.એસ હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા સારવાર માટે ૧ કલાક ટળવળતી રહી છેતા  સમયસર સારવાર ન મળવાના કારણે ગર્ભવતી મહિલા અને તેના ગર્ભમાં રહેલા બે જોડિયા બાળકોના મોત નિપજ્યા હતા.

જેથી આ મામલે ગ્યાસુદ્દીન શેખે વીએસના સત્તાધીશો સામે કાયદાકીય પગલા ભરવાની માગ કરી છે. તેમનો આરોપ છે કે, વીએસ હોસ્પિટલ દ્વારા મહિલાને સારવાર આપવાની મનાઈ કરવામાં આવી હતી. દરિયાપુરમાં ડબગરવાડમાં રહેતી મહિલા ગર્ભવતી હોવાના કારણે તેમને પ્રસવપીડા શરૂ થઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે જૂની વી.એસ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં સારવાર કરવા ડોક્ટર એક-બીજાને ખો આપતા રહ્યા હતા. જેથી મહિલાનું મોત થયુ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here