ધારાસભ્ય કાંતિભાઇ પરમારના નિવાસમાં ભાણિયાનો ગળેફાંસો ખાઇ આપઘાત

0
12
Share
Share

ગાંધીનગર,તા.૧૬

શહેરના સેક્ટર-૨૧ સ્ન્છ ક્વાટર્સના બ્લોક નંબર ૧૨/૧૦માં ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારમા ભાણીયા રાકેશ સિંહ ચાવડાએ ગત મધરાત્રે ક્વાટર્સમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સેક્ટર-૨૧ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના સેક્ટર-૨૧ એમએલએ ક્વાટર્સના બ્લોક નંબર ૧૨/૧૦નું મકાન ઠાસરા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારને ફાળવવામાં આવ્યું છે. ધારાસભ્યને ફાળવવામાં આવેલા આ મકાનમાં તેમનો ૪૨ વર્ષીય ભાણીયો રાકેશ સિંહ હઠીસિંહ ચાવડા તેના પરિવાર સાથે રહેતો હતો. અહીં તે તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો. રાકેશ સિંહને છેલ્લા દોઢ-બે મહિનાથી લકવો થઈ ગયો હતો. જેના કારણે તે માનસિક તનાવમાં રહેતો હતો.

ગઈકાલે રાત્રે પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા બાદ મોડી રાત્રે ૧ વાગ્યાના અરસામાં તેમના પત્નીએ ઉઠીને જોયું, ત્યારે રાકેશ સિંહ રૂમમાં ના દેખાતા તેમણે આસપાસ શોધખોળ કરી હતી. જેમાં રાકેશ સિંહ ક્વાટરની જાળી પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

પત્નીની બૂમાબૂમ સાંભળીને પરિવારના અન્ય સભ્યો જાગી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણ મૃત રાકેસ સિંહના સગામામા ધારાસભ્ય કાંતિ પરમારને પણ કરી દેવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here