ધાનાણીના ગઢમાં ગાબડું, ભાજપની બેઠકમાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા

0
21
Share
Share

અમરેલી,તા.૧૦

વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડતા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામમાં આજે ભાજપની બેઠક મળી હતી. જે દરમિયાન પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ સંસદીય સચીવ હીરા સોલંકીની હાજરીમાં કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન નેતાઓએ જ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળિયો કર્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામમાં આજે ભાજપની બેઠક મળી હતી.

આ બેઠકમાં પ્રભારી મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા અને પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં અને કોંગ્રેસના આગેવાનોએ કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા છે. તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મીઠા લાખણોત્રા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બળવંત લાડુમોર સહિતના કોંગી નેતાઓ ભાજપમાં જોડાયા છે. તમામ કોંગી આગેવાનોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો થયો છે.

આગામી દિવસોમાં નવરાત્રિ સહિતના તહેવારો શરૂ થઈ રહ્યાં છે, ત્યારે સંક્રમણ ફેલાય નહીં તેવા હેતુથી નવરાત્રિના રાસ ગરબા સહિતના જાહેર પ્રોગ્રામની મંજૂરી આપવામાં આવી નથી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે સરકાર પણ શું આ નેતાઓને દંડ ફટકારશે? તે એક સવાલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here