ધનવંતરી મંદિરે યજ્ઞ, આયુર્વેદિક જ્ઞાન શિબીર, ધાન્ય આરોહણ તથા વૈદ્યોને સન્માન કરાયુ

0
13
Share
Share

ઉના તા. ૧પ

ભારતની હજારો વરસ જુની આર્યુવેદ ચિકિત્સા પધ્ધતિ છે. અને સોરઠના માળીયાહાટીના પાસે ધણેજ ગામમાં ભગવાન ધન્વંતરીનું વરસો જુનુ સમાધી મંદિર આવેલ છે. જેનું એક વરસ પહેલા નુતન મંદિર બંધાવેલ છે. ત્યા ભગવાન ધનવન્તરી દેવની જન્મ જયંતિ નિમિતે ઉનાના સુપ્રસિધ્ધ દેશભરમાં લોકચાહના મેળવનાર વિધ્વાન વૈધ પાંચાભાઇ દમણીયા (એમડી આર્યુવેદિક) દ્વારા ઉજવવામાં આવી હતી. જેમાં ગુજરાત ત્થા દેશભરમાંથી આર્યુવેદ વૈધ ત્થા આર્યુવેદ પ્રેમની હાજરીમાં સવારે નુતન મંદિરે ધ્વજારોહણ, ધનવન્તરીયાગયજ્ઞમાં તમામે ઔષધીની આહુતિ આપેલ હતી. યજ્ઞની પુર્ણાહુતિ બાદ યોજાયેલ જ્ઞાન શિબિરમાં વૈધ પાંચાભાઇ દમણીયાએ વિવિધ હઠીલા અસાધ્ય રોગો ઉપર આર્યુવેદિક પધ્ધતિથી સારવારનાં દ્રષ્ટાંતો આપી દરેક આર્યુવેદિક વૈધને પોતાની ઓળખાણ વૈધ તરીકે આપવા જણાવેલ હતુ. રસપ્રદ માહીતી ત્થા પ્રશ્નોતરી યોજાઇ હતી.

સંમેલન શીબીરની વ્યવસ્થા-સંચાલન ઉનાના નિવૃત કેળવણીકાર નિરિક્ષક દેવશંકરભાઇ પુરોહીતે કરેલ હતુ. દેશભરમાંથી નવા વૈધોનું શિબિરાર્થીઓનું પાંચાભાઇ દમણીયાએ મેડલ પહેરાવી પ્રમાણપત્ર આપી તેમનું સંપાદિત ધનવન્તરિયાગ પુસ્તક વિતરણ કરેલ હતુ. ત્થા આ નિમિતે સત્યનારાયણની કથા યોજાઇ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડાયાભાઇ, કનુભાઇ, ભગુભાઇ ત્થા તમામ કાર્યકરોની ટીમે જહેમત ઉઠાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here