ધનતેરસના દિવસે એસીબીની ટ્રેપમાં લાંચિયા તલાટી ઝડપાયા, ગાંધીનગર એફએસએલની ટીમે મેળવ્યા પુરાવા

0
26
Share
Share

સુરત,તા.૨૧
અડાજણના દાળીયા સ્કૂલની બાજુમાં સિટી તલાટીની ઓફિસમાં એસીબીની ટીમે શુક્રવારે ધનતેરસના દિવસે ટ્રેપ ગોઠવી ૧ હજારની લાંચ લેતા તલાટી હિરલ નવીનચંદ્‌ન ધોળકીયા અને વચેટિયો કાંતિ ગોવિંદ પટેલને ઝડપી પાડ્યા હતા, જ્યાંથી અન્ય ૯૫ હજાર રૂપિયા પણ મળ્યા હતા. જે અંગે તપાસ કરવા માટે ગાંધીનગરથી એફ.એસ.એલની ટીમ બોલાવવામાં આવી હતી. અડાજણના દાળીયા સ્કૂલની બાજુમાં સિટી તલાટીની ઓફિસમાં એસીબીની ટીમે શુક્રવારે ધનતેરસના દિવસે ટ્રેપ ગોઠવી ૧ હજારની લાંચ લેતા તલાટી હિરલ નવીનચંદ્‌ન ધોળકીયા અને વચેટિયો કાંતિ ગોવિંદ પટેલને ઝડપી પાડ્યા હતા.
વિધવાનું અડાજણમાં મકાન છે અને તે મકાન નામે કરવા પેઢીનામું બનાવવાનું હતું. પેઢીનામું બનાવવા માટે વિધવાનો દીકરો ગયો, ત્યારે વચેટિયા કાંતિ પટેલે લાંચ માગી હતી. માંડ પેટીયું રળીને ખાતા હોય અને તેમાં પણ ૧૫૦૦ની લાંચ માગતા રકઝક બાદ ૧ હજાર આપવાનું નક્કી કર્યું હતું. જોકે આ મામલે એસીબીમાં ફરિયાદ કરાતા એસીબીએ છટકું ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત ૯૫,૯૨૦ રૂપિયા પણ મળી આવ્યા હતા. આ રુપિયા ક્યાંથી આવ્યા તે અંગે તપાસ કરવા ગાંધીનગરથી એફ.એસ.એલની ટીમ બોલાવવામાં આવી હતી અને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં તેનો રિપોર્ટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એસીબીએ સુરતમાં પ્રથમ વખત ક્રાઈમ સીન પ્રોફાઈલીંગ કર્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here