દ. કોરિયામાં ‘ફ્લૂ’ની રસીની આડઅસર, ૫ લોકોના મોત બાદ મૂકાયો પ્રતિબંધ

0
26
Share
Share

સિઓલ,તા.૨૧

હાલ સંપૂર્ણ વિશ્વ કોરોના વાયરસની મહામારીની સારવાર માટે અસરકારક દવા કે રસી શોધવામાં વ્યસ્ત છે ત્યારે દક્ષિણ કોરિયામાંથી એક ચિંતાજનક સમાચાર આવ્યો છે. દક્ષિણ કોરિયામાં સીઝનલ ફ્લૂની વેક્સીન આપ્યા બાદ પાંચ વ્યક્તિઓના મોત થયા છે. આ ઘટના બાદ તાબડતોબ દક્ષિણ કોરિયાની સરકારે આ રસીકરણ યોજના સ્થગિત કરી દીધી છે.

દક્ષિણ કોરિયાના અધિકારીઓનું કહેવુ છે કે, છેલ્લા એક સપ્તાહમાં ૫ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. એવામાં વેક્સીનની સુરક્ષાને લઇને ચિંતા વધી રહી છે. એવુ એટલા માટે કારણ કે, આ દેશમાં સીઝનલ વેક્સીનેશન પ્રોગ્રામને કોરોના વાયરસની વેક્સીન મૂકવાની માટે પણ લંબાવવામાં આવ્યુ હતુ.

દક્ષિણ કોરિયાના અધિકારીઓએ કહ્યુ કે, આ મોત સીઝનલ વેક્સીનથી થયા તેવુ માનવા માટે નક્કર કારણો નથી. તેમ છતાં મૃત વ્યક્તિઓના પોસ્ટમોર્ટમ અને અન્ય જરૂરી તપાસ કરવામાં આવી રહી છે, જેનાથી તેમના મોતનું મુખ્ય કારણ જાણી શકાય.

દક્ષિણ કોરિયાના ઉપ-આરોગ્ય મંત્રી કિમ ગૈંગ લિપે મોત અંગે માહિતી આપતા કહ્યુ કે, અમારી માટે એક સ્પષ્ટ નિવેદન આપવુ મુશ્કેલ છે. કારણ કે મૃતકોમાં ૭૦ વર્ષના વૃદ્ધિ ઉપરાંત ૧૭ વર્ષનો એક છોકરો પણ શામેલ છે. આથી હાલપુરતી રસીકરણની યોજના પર રોક મૂકી દેવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here