દ્વારકા : મોજપ નજીક સગીરાનાં અપહરણનો પ્રયાસ કરનાર સામે ગુનો નોંધાયો

0
22
Share
Share

મીઠાપુર, તા.૯

દેવભૂમી દ્વારકા જીલ્લાના ઓખા મંડળના મીઠાપુરથી ૬ કી.મી. દુર મોજપ ગામથી લાલસીંગપુર ગામ તરફ જતા માર્ગમાં સગીરાનુ અપહરણ કરવાના પ્રયાસ સબબ અપરાધ નોંધાયો છે. સગીરાનું બળજબરીથી અપહરણ કરવાની કોશીષ કરતા આરોપી સામે પોસ્કો ઉપરાંત એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધાયો છે. આરોપી અભુભા માણેકે યુવતીનુ બાવડુ પકડી, ઉંચકીને બાઈકમાં બેસાડી બદકામના ઈરાદે સગીરાના અપહરણનો પ્રયાસ કર્યો હતો. સગીરાની માતા દ્વારા પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.

મીઠાપુર : પાંજરાપોળમાં ગાયોને લાડવાનું ભોજન પીરસાશે, ગૌ-પ્રેમીઓ કાર્યમાં જોડાયા

દેવભૂમી દ્વારકા જીલ્લાના ઓખા મંડળના મીઠાપુર ગામે બાલમુકુન્દ પાંજરાપોળમાં શ્રાઘ્ધના દિવસોમાં ગૌ માતાઓ માટે લાડવા બનાવવાનુ શાનદાર આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ લાડવાઓમાં વિટામીન યુક્ત દવાનુ મીશ્રણ કરવામાં પણ આવે છે. આ શુભકાર્યની શરૂઆત તા.૨/૯ થી કરવામાં આવેલ છે અને તા.૧૭/૯ સુધી પાંજરાપોળ ખાતે ચાલુ રાખવામાં આવશે. આ લાડુ બનાવવાના કાર્યમાં અનેક ગૌ પ્રેમીઓ જોડાયા છે અને લાડવા બનાવવાની કામગીરીમાં સહાયક બની રહયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here