દ્વારકા મંદિરમાં દિવાળીના પર્વ પર દર્શનનો નવો સમય

0
21
Share
Share

૧૬મી સુધી ભક્તો માટેના દર્શનનો સમય જાહેર કરાયો

દ્વારકા, તા. ૧૩

દ્વારકાધીશ મંદિર દ્વારકામાં દીપોત્સવીના પર્વ દરમ્યાન દીપોત્સવી ઉત્સવ યોજાશે. જે માટે દીપાવલી તથા નૂતન વર્ષને ધ્યાને લઇ તા.૧૩ થી ૧૬ નવેમ્બર દરમ્યાન શ્રીજીના દર્શનનો કાર્યક્રમ દ્વારકાધીશ મંદિરના વહીવટદાર અને પ્રાંત અધિકારી દ્વારકા દ્વારા જાહેર કરાયો છે. કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવાના હેતુસર સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરી દર્શનનો લાભ લેવા દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા અનુરોધ કરાયો છે. તા ૧૪ના કાળી ચૌદસના અને દીપાવલીના દિવસે મંગલા આરતી સવારે ૫ઃ૩૦, શ્રીજી દર્શન નિત્યક્રમ મુજબ,અનૌસર(મંદિર બંધ) બપોરે ૧ઃ૦૦ કલાકે, ઉત્થાપન દર્શન સાંજે ૫ઃ૦૦ કલાકે જ્યારે હાટડી દર્શન રાત્રે ૮ઃ૦૦ થી ૮ઃ૩૦ સુધી અને ૯ઃ૪૫ મંદિર બંધ થશે. તા-૧૫ રવિવારના નુતનવર્ષ અન્નકૂટ ઉત્સવના દિવસે મંગલા આરતી સવારે ૬ઃ૦૦ કલાકે ,શ્રીજી દર્શન નિત્યક્રમ મુજબ,અનૌસર(મંદિર બંધ) બપોરે ૧ઃ૦૦ કલાકે, અન્નકુટ દર્શન સાંજે ૫ઃ૦૦ થી ૭ઃ૦૦ કલાક સુધી અને રાત્રે ૯ઃ૪૫ અનોસર (મંદિર બંધ)..

દીપોત્સવી ઉત્સવ સમયે યાત્રિકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક પહેરવું ફરજીયાત. કોરોના મહામારી વચ્ચે યાત્રિકોની સુવિધા અને સુરક્ષામાં કરાયો છે વધારો ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ મંદિર સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here