દ્વારકા : બિમારીથી કંટાળી એસીડ પી લેનાર યુવતિનું સારવારમાં મોત

0
18
Share
Share

મીઠાપુર તા. ૧૬

દ્વારકાના નાગેશ્વર રોડ ઉપર સિનેમા સામે રહેતા કરીમાબેન આલીભાઈ શેખ નામની ૩૧ વર્ષીય યુવતીને છેલ્લા પાંચેક વર્ષથી વળગણની બીમારી હોય, જેના કારણે તેણીએ ઘરમાં રહેલી એસિડની બોટલમાંથી એસિડ પી લેતા તેણીને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ કાસમ આલીભાઈ શેખએ દ્વારકા પોલીસને કરી છે.

પરપ્રાંતિય આધેડનું મોત

ઓખામંડળના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા અને બંગાળ રાજ્યના બાધુનવારી તાલુકાના મૂળ રહીશ એવા ભાદ્રેપાલ દુલાલપાલ પાલ નામના ૫૧ વર્ષીય આધેડની નાદુરસ્ત તબિયત વચ્ચે તેમની ઓરડીમાં તેઓ ગુરુવારે આરામ કરવા ગયા બાદ મૂર્છિત હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ ચંદ્રપાલ દુલાલપાલએ ઓખા મરીન પોલીસને કરી છે.

વિદેશી દારૂ ઝડપાયો

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં ઘોડાવાવ પાસે રહેતા અલાભા દેવુભા માણેક નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં છુપાવીને રાખેલી રૂપિયા ૧૪,૪૦૦ ની કિંમતની ૩૬ બોટલ વિદેશી દારૂનો જથ્થો સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે આરોપીઓ શખ્સ પોલીસના હાથમાં લગતા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here