દ્વારકા : બસમાં યાત્રી મહિલાનાં થેલાની લૂંટનો આરોપી ઝડપાયો

0
50
Share
Share

મીઠાપુર, તા.૨૯

દ્વારકાધીશના દર્શન કરવા આવેલ દિલ્હીની યુવતીના થેલાની લુંટ કરી નાશી ગયેલ શખ્સને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો. આ બનાવ બનતા પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યું છે. મૂળ દિલ્હી ખાતે એક યુવતી પોતાના પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન કરવા આવેલ દરમ્યાન ગઈકાલે સાંજના સમયે ખાનગી ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ જવા રવાના થઈ રહી હતી ત્યારે તેણીએ બગલમાં લટકાવેલ થેલો કે જેમાં લેપટોપ, કિંમતી ઘડિયાળ તથા અગત્યના ડોક્યુમેન્ટ હતા તે લઈને એક શખ્સ લૂંટ કરી નાસી ગયો હતો.

આ બનાવ બનતાની સાથે દેકારો થવા લાગ્યો હતો અને બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તુરંત સીસી કેમેરાના ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી હતી અને દ્વારકા પંથકના હાઈવે રોડ પર નાકાબંધી કરી હોવાનુ જાણવા મળે છે. દરમ્યાન નાશી ગયેલ શખ્સ દ્વારકાના રિલાયન્સ રોડ પરથી માત્ર એક કલાકના સમયમાં પોલીસે ઝડપી પાડી તેની પૂછતાછ કરતા તેણે પોતાનુ નામ વિવેક કાંતિભાઈ મોખા હોવાનુ અને દ્વારકામાં આવેલ જલારામ સોસાયટીમાં રહેતો હોવાનુ બતાવ્યું હતુ. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here