અગત્યની કચેરીમાં ફોન ન લાગતા અરજદારો ત્રસ્ત
મીઠાપુર, તા.૨૮
દ્વારકા કચેરીમાં ફોન હોય છે અને તેના પર અરજદાર ફોન કરી શકે છે પરંતુ જ્યારે ફોન કચેરીમાં હોવા છતા ફોનનુ ડબલુ બંધ હોય ત્યારે અરજદારની સ્થિતી કફોડી બને છે. દેવભૂમી દ્વારકા જિલ્લાના દ્વારકા મુકામે આવેલ અગત્યની કચેરી એવી પ્રાંત અધિકારીની કચેરીમાં ફોનનુ ડબલુ છે અને તેના નં.૦૨૮૯૨ ૨૩૫૭૩૩ છે પરંતુ આ નંબર ઉપર ફોન લગાડવામાં આવે ત્યારે આ નંબર કામ કરતો નથી તેવી કેસેટ સાંભળવા મળે છે. અગત્યની કચેરીમાં ફોનના ડબલાના નંબર કામ કરતા નથી તેવુ આ કચેરીવાળા જાણતા નથી ? કે પછી અરજદાર ફોન જ ન કરે તે માટે જાણમાં હોવા છતા આંખ મીચોલીનાં ખેલ કરવામાં આવેલ છે.
ભાણવડની સગીરાનુ અપહરણ કરનાર પોલીસ હીરાસતમાં
દેવભૂમી દ્વારકા જીલ્લાના ભાણવડ ગામના રહેવાસી એવા એક પરીવારની સગીરા પુત્રીનુ અપહરણ કરીને અને તેની પર દુષ્કર્મ આચરવા સબબ વાનાવડ ગામના એક શખ્સ સામે ફરીયાદ નોંધાવાઈ છે. આ કાંડમાં વધુ એક શખ્સનુ નામ પણ ખુલ્યુૂં છે. સગીરાને વાનાવડ ગામનો વિજય વાલજીભાઈ વાઘેલા નામનો શખ્સ તા.૧૪/૧૨ ના રોજ બદકામના ઈરાદે અપહૃત કરી ગયો હતો અને સગીરા પર તેણીની ઈચ્છા વિરૂઘ્ધ દુષ્કર્મ કર્યુ હતુ. આ મતલબની ફરીયાદ સગીરાની માતા દ્વારા ભાણવડ પોલીસમાં નોંધાવવામાં આવી છે. પોલીસે બન્ને ઈસમો વિરૂઘ્ધ વિવિધ કલમો મુજબ અપરાધ નોંધી આ બન્નેની અટકાયત કરી છે.