દ્વારકા : ધોરીમાર્ગ પર ડમ્પર હડફેટે યુવાનનું મોત

0
26
Share
Share

કાર હડફેટે બે પદયાત્રીઓ ઇજાગ્રસ્ત

મીઠાપુર તા. ર૪

દ્વારકા- ઓખા ધોરીમાર્ગ પર થયેલા એક વિચિત્ર અકસ્માતમાં ડમ્પરની અડફેટે એક યુવાનનું ઘટના સ્થળે તથા સાથે ચાલીને જઇ રહેલા અન્ય બે યુવાનોને પણ પાછળ આવતી મોટરકારના ચાલકે ઠોકર મારતાં તેઓને ઈજાઓ થવા પામી હતી.આ સમગ્ર બનાવ પોલીસ દફતરે  દ્વારકા તાલુકાના વરવાળા ગામે ખારવા પાડા વિસ્તારમાં રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ રૂપડિયા નામના ૨૨ વર્ષના હિન્દુ ખારવા યુવાન તેમના ભાઈ નિખિલભાઇ ગોવિંદભાઈ રૂપડિયા તથા સુરેશભાઈ રામજીભાઈ વિગેરે સાથે ચાલીને હાઈવે રોડ પરથી વરવાળા જતા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા ડમ્પરના ચાલકે રોંગ સાઇડમાં આવી અને પોતાના ડમ્પરથી જયેશભાઈ ગોવિંદભાઈને ઠોકર મારી હતી. આ ટક્કરના કારણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં જયેશભાઈનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ અકસ્માત સર્જી અને આરોપી ડમ્પર ચાલક ડમ્પર સાથે નાસી છૂટ્યો હતો.

આટલું જ નહિ, દ્વારકા તરફથી આવી રહેલી અન્ય એક જી.જે.૩ જેસી ૨૨૦૪ નંબરની અર્ટિગા મોટરકારના ચાલકે પણ તેની મોટરકાર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી અને આ સ્થળે જઇ રહેલા નિખિલભાઇ ગોવિંદભાઈ તથા સુરેશભાઈ રામજીભાઈ નામના ચાલીને જઈ રહેલા અન્ય બે વ્યક્તિઓને પણ પાછળથી અડફેટે લીધા હતા. જેના કારણે તેઓને પણ નાની- મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે નિખિલભાઇ રૂપડીયાની ફરિયાદ પરથી અજાણ્યા ડમ્પર ચાલક તથા અર્ટિગા મોટરકારના ચાલક સામે આઇ.પી.સી. કલમ ૩૦૪ (અ), ૨૭૯, ૩૩૭, ૩૩૮, તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઇ. જી.જે. ઝાલાએ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here