દ્વારકા જીલ્લાનાં કિશાનો એક દિવસના આંદોલનમાં જોડાશે

0
24
Share
Share

મીઠાપુર, તા.૨૫

તા.૨૦/૫ ના દિને ગુજરાત કિશાન કોંગી ચેરમેન પાલભાઈ આંબલીયાને માર મારવાનો બનાવ બન્યો હતો જેથી ખેડુતોમાં ભારે રોષ ફેલાયો હતો પરંતુ કોરોનાને લીધે પ્રદર્શન પર પ્રતિબંધ હોવાથી ખેડુતોએ નવો માર્ગ શોધેલ હતો અને સોશ્યલ મીડીયાના માઘ્યમથી આંદોલનના મંડાણ કર્યા હતા. સમગ્ર ગુજરાતના ખેડુતોએ પ્રથમ એક-એક દિવસના ઉપવાસ કરી, સોશ્યલ મીડીયામાં પોતાની પ્રતિક્રિયા આપેલ હતી બાદમાં ડીઝીટલ સભા યોજીને અનેક ખેડુતો સુધી વેદના પહોંચાડવામાં આવી હતી. ત્રણેક હજાર જેટલા ખેડુતોએ સુરેન્દ્રનગર જીલ્લામાં ઉપવાસ કરી વિરોધ નોંધાવેલ હતો. આ જગતાત ડીઝીટલ આંદોલનની ત્રણ માંગણી છે. જેમાં ખેડુતોને ચાલુ વર્ષનો સો ટકા પાક વિમો મળે, ખેડુતોનુ દેવુ માફ કરવામાં આવે તેમજ પાલભાઈ આંબલીયાને ન્યાય આપવામાં આવે ત્યારે આગામી શનિવારે દ્વારકા જીલ્લાના ખેડુતો પણ એક દિવસના આંદોલનમાં જોડાશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here