દ્વારકા : ગુરૂવારે મુખ્યમંત્રીની મુલાકાત પૂર્વે તંત્રની દોડધામ

0
23
Share
Share

મીઠાપુર, તા.૨૮

દ્વારકા પધારશે ગુજરાતના મુખ્યમંત્રી વર્ષના અંતના દિને એટલે કે તા.૩૧ ના રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારકા પધારવાના હોય તંત્ર કામે લાગી ગયુ છે. મુખ્યમંત્રીની જાહેરસભા માટે સરકીટ હાઉસ પાછળના ગાંધી મેદાનમાં તૈયારી શરૂ થઈ ગઈ છે. સી.એમ.કચ્છના કાર્યક્રમમાંથી સીધા જ દ્વારકા પધારવાના છે. દ્વારકા જીલ્લા કલેકટરે બે દિવસ પૂર્વે જ દ્વારકાની મુલાકાત લઈને જરૂરી સુચનો કર્યા હતા. મુખ્યમંત્રી શીવરાજપુરના બીચ તેમજ બેટ દ્વારકાની મુલાકાત લેશે તેવી પણ શક્યતા છે. તેઓની જાહેરસભામાં વિકાસની કોઈ મોટી વાત થવાની પણ સંભાવના છે. મુખ્યમંત્રી દ્વારકા આવવાના હોય ત્યારે અહીંના અમુક પોતાને ભાજપી નેતા ગણાવનારા અત્યારથી જ ચલો મુરારી હીરો બનને જેવો સીન જમાવવા તૈયાર થઈ ગયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here