દ્વારકા : કુરંગા ગામ નજીક કારની ઠોકરે બે ભેંસનાં મોત

0
18
Share
Share

મીઠાપુર તા. ર૧

ખંભાળિયા- દ્વારકા ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે ૧૮ કિલોમીટર દૂર કુરંગા ગામ નજીક નવા બની રહેલા પુલ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. ૧૦ બી.જી. ૩૮૮૮ નંબરના એક મોટરકારના ચાલકે આ માર્ગ પર પોતાની ભેંસો સાથે જઈ રહેલા સુઈનેશ ગામના વાડી વિસ્તારમાં રહેતા કાનાભાઈ રામદેભાઈ ધારાણી નામના ૫૦ વર્ષીય ચારણ આધેડની ભેંસોને અડફેટે લીધી હતી.

આ મોટરકારના ચાલકે બે ભેંસને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલી આ બન્ને ભેંસો મોતને શરણ થઈ હતી. અકસ્માત સર્જી, આરોપી મોટરકાર ચાલક પોતાના વાહન સાથે નાસી ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે કાનાભાઈ ધારાણીની ફરિયાદ પરથી દ્વારકા પોલિસે મોટરકારના ચાલક સામે આઇ.પી.સી. કલમ ૧૭૭, ૧૮૪ તથા ૧૩૪ મુજબ ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here