દ્વારકામાં મહાપરીષદના પ્રમુખના સ્વાગત માટે અમુક આગેવાનો આમંત્રણ વિના જ દોડયા

0
19
Share
Share

મીઠાપુર, તા.૧૨

એક પ્રથા છે તે મુજબ ઓખા મંડળમાં લોહાણા સમાજનો કોઈ મોટો કાર્યક્રમ હોય ત્યારે જાહેરમાં બોર્ડ મુકીને આમંત્રીત કરવામાં આવે છે અને આ આમંત્રણ સ્વીકારીને લોહાણા જ્ઞાતી બંધુઓ કાર્યક્રમમાં જાય પણ છે પરંતુ જ્યારે કોઈ મહાનુભાવ આવે ત્યારે હરખપદુડા અમુક આયોજકો કે જેઓ સમાજ સેવાનો ખોટો છકડો પકડીને બેસી ગયા છે તેવા આગેવાનો અમુકને આમંત્રીત કરતા નથી અને તો પણ જેને સન્માન કરવાનો ભારે અભરખો છે. તેવા આગેવાનો કોઈ આમંત્રીત કરે કે નહીં તેઓ શાલ કે ફુલનો હાર લઈને પહોંચી જ જાય છે અને હાથે કરીને પોતાની વેલ્યુ ઓછી કરે છે અને હાલમાં જ જાણે આવુ નાટક અમુક લોકોને જોવા મળેલ હતુ. લોહાણા મહાપરીષદના પ્રમુખ સતીષભાઈ વીઠલાણી દ્વારકાની મુલાકાતે આવ્યા ત્યારે મીઠાપુર અને સુરજકરાડીના મોટાભાગના આગેવાનોને બાદ કરતા અનેકને આ વાતની ખબર પણ ન હતી પરંતુ આગેવાન દ્વારકા આવ્યા છે તેવી બાદબાકી પામેલા આગેવાનોને કયાંકથી સુગંધ આવી જતા બૈગાની શાદી મેં અબ્દુલ્લા દિવાનાની જેમ સન્માન સમારંભમાં પહોંચી ગયા હતાતો બીજી તરફ મીઠાપુરમાં પોતાની જાતને લોહાણા જ્ઞાતીની મહિલા આગેવાનને પણ કોઈએ આ કાર્યક્રમમાં ગણતરી નહિં કરતા તેણી પણ અંદરખાને મરચા લેતી હોવાનુ વિશ્વસનીય વર્તુળો જણાવે છે. જો કે બીન બુલાયે મીઠાપુર સુરજકરાડીમાંથી પહોંચી ગયેલા આગેવાનોએ જ્ઞાતીના ઉત્કર્ષની તો કોઈ વાત જ કરી ન હતી માત્ર દ્વારકામાં ભોજનીયા કરીને પોત પોતાના ઘેર ભાગી ગયા હતા.

ઓખા મંડળનાં ગઢેચી ગામના ભૂમિપુત્રોનો સૂર્યોદય કયારે થશે ?

દેવભૂમી દ્વારકા જીલ્લાના ઓખા મંડળમાં આવેલ ગઢેચી ગામે મહીનાઓથી વરસાદના પાણી હજુ ઓસર્યા નહિં હોવાથી ચોમાસા પછી શીયાળુ પાક પણ નીષ્ફળ જતા કિશાનો દયનીય સ્થીતીમાં મુકાયા છે. સતત બે સીઝન નીષ્ફળ થતા ભૂમીપુત્રોએ મુખ્યમંત્રી સહીત તંત્રને કરેલી આર્થીક મદદની માંગ પણ હજુ સુધી સંતોષાય નથી. હાલમાં લાગુ કરાયેલા કિશાન કાયદાઓને ધરતીપુત્રો પોતાને અન્યાયકારી ગણાવીને ચાલતા આંદોલન સામે સરકાર દ્વારા કિશાનોની માંગ ગ્રાહ્ય રાખ્યા વિના જ અલગ અલગ યોજનાઓ થકી પ્રયાસો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે કિશાન સૂર્યોદય યોજનાને લોન્ચ કરી હોવા છતા ગઢેચી ગામના કિશાોનોની સમસ્યા ગત ચોમાસાથી જેમની તેમ જ રહેતા સરકાર ભૂમીપુત્રોની માંગ પ્રત્યે સંવેદનશીલ નથી તેવુ સ્પષ્ટ દેખાય છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here