દ્વારકામાં ક્રિકેટ મેચ પર જુગાર રમનારા પર પોલીસ ત્રાટકી

0
21
Share
Share

મીઠાપુર, તા.૧૫

દેવભૂમી દ્વારકા જીલ્લા પોલીસવડાએ તેમજ નાયબ પોલીસ અધિક્ષકની સુચનાથી હાલમાં ચાલતા ક્રિકેટ મેચમાં લાવ મેચ પર સટ્ટો રમીને ચાલતા જુગારની પ્રવૃતી ડામવા મળી હોય જેથી પી.આઈ. ગઢવીના માર્ગદર્શન હેઠળ અને દ્વારકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમને મળેલ માહીતી આધારે દ્વારકા રામધુન નજીકના રોડ પર જાહેરમાં આરોપીઓએ પોતાના મોબાઈલમાં વેબસાઈટ પર દુબઈમાં રમાતી ક્રિકેટ મેચ દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે લાઈવ મેચ પર જુગાર રમતા જુગારના સાધનો મળી કુલ રૂા.૧૬૦૬૦ ના મુદામાલ સાથે મળી આવેલ હતા. જુગારીઓમાં ધવણ ગોપાલભાઈ થોભાણીનુ નામ આવેલ છે જ્યારે બીજો આરોપી પવલો ફરાર થઈ ગયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here