દ્વારકાના સલાયાનું એક માલવાહક જહાજની ઓખા દરિયામાં શંકાસ્પદ હિલચાલ લાગતા ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી

0
29
Share
Share

દ્વારકા. તા. ૧૫

દ્વારકાના સલાયાનું એક માલવાહક જહાજની ઓખા દરિયામાં શંકાસ્પદ હિલચાલ લાગતા ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું. બાદમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કે અત્યાર સુધી કોઇ અનઅધિકૃત બાબત જાણી શકાઈ નથી. પરંતુ હાલ તપાસ ચાલી રહી છે. જહાજમાંથી ૧૩ ક્રૂ મેમ્બરની અટકાયત કરવામાં આવી છે. હાલ ઓખા કોસ્ટગાર્ડ દ્વારા તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા બુધવારે દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન અન્ય જિલ્લાની ૫ અને પોરબંદરની ૫ બોટનો ફિશિંગ ઝોન તેમજ ઈંખઇક નજીક માછીમારી કરતા ઝડપાઇ હતી. જેથી કાર્યવાહી માટે ફિશરીઝ વિભાગને સોંપવામાં આવતા આ તમામ બોટના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. પોરબંદરની ૫ બોટ અને અન્ય જિલ્લાની ૫ બોટ મળી આવી હતી. જેથી વધુ દસ્તાવેજી કાર્યવાહી માટે પોરબંદરના ફિશરીઝ વિભાગને કાર્યવાહી સોંપવામાં આવી હતી.

ફિશરીઝ વિભાગના મદદનીશ મત્સોદ્યોગ નિયામક દ્વારા આ પોરબંદરની તમામ ૫ બોટના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. ઉપરાંત પકડાયેલી ૫ બોટમાંથી ૨ બોટ એક કરતા વધુ વખત પકડાઈ હોવાથી તેમના ડિઝલકાર્ડ કાયમી માટે રદ કરવામાં આવ્યા હતા. જ્યારે પાંચેય બોટના ડિઝલકાર્ડ એક વર્ષ માટે રદ કરવામાં આવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here