દ્વારકાના રૂપેણ બંદરે લુખ્ખાઓનો આતંક

0
21
Share
Share

મીઠાપુર, તા.૨૬

દ્વારકાના લોકોની આજીવીકા મંદિર અને રૂપેણ બંદર પર આધારીત છે તેવુ કહેવામાં કોઈ અતિશયોક્તિ જેવુ લાગતુ નથી તમામ લોકો શાંતિથી રહેતા હોય છે ત્યારે અમુક મુઠીંભર લુખ્ખા તત્વો શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ કરતા રહે છે. દ્વારકા સ્થિત રૂપેણ બંદરે છપરા બજાર નજીક રાંદલ પ્રોવીઝન નામની દુકાન ચલાવતા ભાયાણી વિનોદભાઈ પોતાની દુકાને હતા ત્યારે યાકુબ ભેંસલીયા, લાખા ભેંસલીયા, સુલેમાન ભેંસલીયા તેમજ યુસુફ ભેંસલીયા એક સંપ કરીને માથાકુટ કરવા લાગ્યા હતા અને દુકાનમાં તોડફોડ કરી હતી જે અંગે વિનોદ ભાયાણીએ ફરીયાદ કરી હતી. જે આધારે દ્વારકા પી.એસ.આઈ. ઝાલાએ સીસી ટીવી ફુટેજ તપાસી ચારેય આરોપીઆની ધરપકડ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here