દ્વારકાનાં રૂપેણ બંદરે બોટનાં મામલે ચારની ધરપકડ

0
21
Share
Share

મીઠાપુર, તા.૨૩

દ્વારકામાં આવેલ રૂપેણ બંદર પર માછીમારી બોટમાં લગાડાતા આઉટલેટ એન્જીનનાં મશીનોમાં ટેક્ષ ચોરી ઉપરાંત સબસીડીનું કૌભાંડ હોવા સંદર્ભે દ્વારકા પોલીસે ચાર ઈસમોને બીલ વિનાનાં યામાહા કંપનીનાં ચાર મશીનો સમેત પકડી લીધા હતા. આ બંદર પર અુમક દલાલો રાજ્ય બહારથી આઉટલેટ મશીનો બોગસ સબસીડી અને બીલ વિનાનાં મશીનો મંગાવીને ઓછા ભાવે વેચતા હોવાનુ કૌભાંડ ચાલતુ હોવાની વાત બાદ ઉચ્ચસ્તરેથી આદેશ થતા દ્વારકા પોલીસે ઉંડી તપાસ બાદ તા.૨૨/૯ ના રોજ આ બંદરે અચાનક ત્રાટકીને ચાર ઈસમોની અટક કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here