દ્વારકાઃ વરવાળા ગામનાં સરપંચ ઉપસરપંચને સસ્પેન્ડ કરતા ડીડીઓ

0
163
Share
Share

મીઠાપુર, તા.૨૩

સરકારના ધારાધોરણ મુજબ ગ્રામ પંચાયતનો નાણાંકીય તથા વહિવટી વ્યવ્યહાર તલાટી કમ મંત્રી તથા સરપંચની સયુક્ત વ્યવહારથી કરવાનો હોય છે.

તેમ છતા વરવાળા ગ્રામ પંચાયતનો નાળાકીય અને વહીવટી વ્યવહાર તલાટી તથા ઉપસરપંચ દ્વારા કરવામાં આવ્યો છે.જેથી સરપંચના કાર્યો તથા ફરજો બજાવેલ નથી. જેના હિસાબે સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ અધીનીયમની કલમ (૫૭) ૧ મુજબ કારણદર્શક નોટીસ તા. ૨૪.૧૦.૧૯ના આપવામાં આવેલ, અને જવાબ આપવા ૧૫ દિવસનો સમય પણ આપવામાં આવેલ. અને તેમના દ્વારા આપવામાં આવેલ ખુલાસામાં સરકારી ધારાધોરણ મુજબ કાર્ય ન થવાથી અને ઉપ સરપંચની સહીથી રોકડ રકમ ની ઉચાપાત કરી હોવાથી, અને બોડીના અન્ય સદસ્યોને જાણ થવા દીધી ન હતી.

તે.૨૫.૦૬.૧૯ ના તલાટી કમ મંત્રી તથા ઉપ સરપંચની સહીથી રુ આઠ લાખ ઉપાડી અને કામો પણ ન કરી હોવાથી ,દ્વારકા તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિસ્તૃત અહેવાલ માંગતા, અહેવાલમાં તલાટી કમ મંત્રી ની સહીથી અલગ અલગ ચેક દ્વારા રકમની ઉચાપાત કરવામાં કસુરવાર જણાતા જીલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા દ્વારા સરપંચ તથા ઉપસરપંચને હોદ્દાનો વારંવાર દુરઉપીયોગ કરવા બદલ સસ્પેંડ કરવામાં આવેલ છે. પણ માંગવામાં આવેલ, પરંતુ સરપંચ તથા ઉપ સરપંચ દ્વારા કોઇ સંતોષકારક જવાબ ન મળતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here