દ્વારકાઃ આરંભડા ગામે યુવાન પર મહિલા સહિત ૭નો હુમલો

0
29
Share
Share

મીઠાપુર, તા.૨૪

ઓખામંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા ફારૂક બાબાભાઈ બેતારા નામના ૨૦ વર્ષીય મુસ્લિમ ભડેલા યુવાનને અગાઉ આ જ વિસ્તારમાં રહેતા ફિરોજ હાસમ પઠાણ સાથે કોઈ બાબતે બોલાચાલી થઇ હતી. તેના સમાધાન માટે પોતાના ઘરે બોલાવી, ફિરોજ કાસમ પઠાણ, હનીફ હાસમ પઠાણ, રોશન હાસમ પઠાણ, રિઝવાના હાસમ પઠાણ, મુમતાઝ હાસમ પઠાણ, સાયરા મામદ પઠાણ, અને ફાતમાબેન હાસમ પઠાણ નામના સાત વ્યક્તિઓએ ફારૂક બેતારા પર લોખંડના સળીયા વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે.

આ બનાવ અંગે મીઠાપુર પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here