દ્વારકાઃજી.પ.પ્રમુખની જમીન પચાવી પાડવા ત્રણ સામે ફરિયાદ

0
17
Share
Share

મીઠાપુર, તા.૮

જામનગર નજીક બેડ ગામે આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખની ૨૪ લાખની જમીન ખરીદી લેવાના બહાના હેઠળ બોગસ કાગળો તૈયાર કરી છેતરપિંડી આચર્યાની પોરબંદરના એક મહિલા સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગર સહિત બંને જિલ્લાઓમાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના હાલના પ્રમુખ પ્રતાપસિંહ સીદુભા જાડેજાએ પોતાની બેડ ગામે આવેલ રુ.૨૪લાખની જમીન પચાવી પાડવા માટે જામનગરના હસમુખ ખીમભાઈ ગોજિયા, નેહાબેન ચિરાગભાઈ કારીયા રે.પોરબંદર તથા આનંદ જશવંતભાઈ મોદી, નામના ત્રણ શખ્સોએ કારસો રચ્યો હોવાની સિક્કા પોલીસ દફ્તરમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં વર્ષ ૨૦૧૬મા આરોપીઓએ પ્રમુખ જાડેજા પાસેથી જમીન ખરીદવા માટે ચર્ચાઓ કરી હતી.

પરંતુ ફાઇનલ સોદો થાય તે પૂર્વે આરોપીઓએ રજીસ્ટર વેચાણ કરાર બનાવી બાદમાં ખોટી બનાવટી પહોચ બનાવી અવેજ ચૂકતે મળ્યાની પાવતી તૈયાર કરી તથા જાડેજાના નામની બનાવટી સહીઓ કરી ખરા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચર્યું હતું. આ બનાવ અંગે જાડેજા દ્વારા જામનગર પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીની એલસીબી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઇ છે. આ બનાવે સમગ્ર હાલારમાં ચકચાર મચી જવા પામ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here