દ્રવિડ ઈન્ડિયાનો ફેમસ કેપ્ટન હતો તથા મોસ્ટ અન્ડરરેટેડ ક્રિકેટર અને મોસ્ટ અન્ડરરેટેડ લીડર છે : ગૌત્તમ ગંભીર

0
16
Share
Share

નવી દિલ્હી, તા. ૨૪

ક્રિકેટના પંડિતો જ્યારે ઈન્ડિયાના સૌથી બેસ્ટ લિડર્સની વાત કરે છે ત્યારે કપિલ દેવ, એમ. એસ. ધોની અને સૌરવ ગાંગુલીનું નામ લેવામાં આવે છે. જોકે ગૌતમ ગંભીરનું કહેવું છે કે, રાહુલ દ્રવિડને કેપ્ટન્સી માટે જોઈએ એટલી ક્રેડિટ નહોતી આપવામાં આવી. ઈન્ડિયન ક્રિકેટ પર દ્રવિડની અસર વિશે વાત કરતાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ‘મેં મારુંં વન-ડે ડેબ્યુ સૌરવ ગાંગુલીની અન્ડર અને ટેસ્ટ ડેબ્યુ રાહુલ દ્રવિડની અન્ડર કર્યું હતું. એ ખૂબ જ દુઃખની વાત છે કે, રાહુલ દ્રવિડને જોઈએ એટલી કેપ્ટન્સી માટે ક્રેડિટ આપવામાં નહોતી આવી. આપણે ફક્ત સૌરવ ગાંગુલી અને એમ. એસ. ધોની અને હવે વિરાટ કોહલી વિશે વાત કરીએ છીએ, પરંતુ આપણે દ્રવિડ વિશે વાત નથી કરતા. તે પણ ઈન્ડિયાનો ફેમસ કેપ્ટન હતો તથા મોસ્ટ અન્ડરરેટેડ ક્રિકેટર અને મોસ્ટ અન્ડરરેટેડ લીડર છે.’ઈન્ડિયાને જેની જરૂર હોય એ રોલ રાહુલ દ્રવિડ ભજવતો હતો. જરૂર પડયે ટેસ્ટ મેચમાં ઓપનિંગ કરતો અને જરૂર પડયે વન-ડેમાં વિકેટકીપિંગ પણ કરતો. આ વિશે ગંભીરે કહ્યું હતું કે દ્રવિડની જ્યારે ક્રિકેટર તરીકેની વાત કરો ત્યારે તમે તેને ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરતો પણ જોયો હશે અને તેને ત્રણ નંબર પર આવીને વિકેટ બચાવતો પણ જોયો હશે. તે ઈન્ડિયા માટે ફિનિશર પણ બન્યો છે અને ઈન્ડિયાના કેપ્ટને તેની પાસે જે આશા રાખી હતી એ તેણે પૂરી કરી છે. આ પ્રકારના રોલ મોડલની આપણને જરૂર છે. મારા ખ્યાલથી તેની ઈમ્પૅક્ટ ઘણી વધુ છે.

વાઈટ-બૉલમાં સૌરવ ગાંગુલીની ઈમ્પૅક્ટ વધારે હતી, પરંતુ ઓવરઑલ રાહુલ દ્રવિડની ઈમ્પૅક્ટ વધુ હતી. તમે તેની ઈમ્પૅક્ટની સરખામણી સચિન તેન્ડુલકર સાથે પણ કરી શકો છો, કારણ કે દ્રવિડ હંમેશાં સચિનના પડછાયામાં રમ્યો છે. જોકે ઈમ્પૅક્ટની દૃષ્ટિએ બન્ને સરખા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here