દોઢ મહિનામાં જ માસ્ક વગરના લોકો પાસેથી વસુલાયા ૨.૭૪ કરોડ

0
14
Share
Share

સુરત,તા.૨૯
માસ્ક નહીં પહેરવા બદલ દંડ કરવાની સત્તા પોલીસને પણ આપવામાં આવ્યા બાદ પોલીસ દોઢ મહિનામાં જ પાલિકા કરતા ચાર ગણી વસૂલાત કરી છે. પાલિકાએ અત્યાર સુધીમાં ૫૪.૮૭ લાખો દંડ માસ્ક વિના ફરતા લોકો પાસેથી વસૂલ કર્યો છે. જ્યારે પોલીસે ૨.૧૯ કરોડની વસૂલાત કરી છે. અનલોક-૧ની શરૂઆત ૧ જૂનતી કરવામાં આવી હતી. જેથી ૧ જૂન બાદ કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળે તો ફરજીયાત માસ્ક પહેરવાનો અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવાનો નિયમ બનાવ્યો હતો. શરૂઆતમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી ૧૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરાતો હતો.
જેમાં દંડની રકમ વધારાની ૨૦૦ રૂપિયા કરી દેવામાં આવી છે. ૧૫ જૂનના રોજ પોલીસને પણ માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસૂલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૬ જૂનથી માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસૂલ કરવાની શરૂઆત કરી હતી. પોલીસે આજદિન સુધીમાં માસ્ક વિના ફરતા ૧,૦૯,૬૨૬ લોકો પાસેથી ૨,૧૯,૨૫,૨૦૦ રૂપિયા દંડ પેટે વસૂલ કર્યા છે. જ્યારે પાલિકાએ અત્યાર સુધીમાં ૧૫,૧૧૧ લોકો પાસેથી ૫૪,૮૭,૭૪૦ રૂપિયા દંડ પેટે વસૂલ કર્યા છે. જેથી પાલિકા દ્વારા ૧ જૂનથી માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસૂલ કરવા આવી રહ્યો છે. તેની સામે પોલીસ દ્વારા ૧૬ જૂનથી દંડ વસૂલાત કરવાની શરૂઆત કરી હોવા છતાં દોઢ જ મહિનામાં પાલિકા કરતા ચાર ગણી વસૂલાત કરી છે.
શહેરમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા પણ છેલ્લા ૧૦ દિવસથી નિયમોનું પાલન નહીં કરવાનાઓ પાસેથી દંડ વસૂલાત કરવા તમામ ઝોન પ્રમાણે ટીમ બનાવવામાં આવી છે. કેમ કે માસ્ક વિના ફરતા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરવાના કારણે કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાય શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here