દૈનિક રાશીફળ

0
427
Share
Share

તા.૨૮-૧૨-૨૦૨૦ સોમવાર

મેષ(અ,લ,ઈ):- આજના દિવસે મોટાભાગનો સમય પરિવારના લોકો સાથે કોઇ વિશેષ યોજના અંગે ચર્ચા-વિચારણાં થશે. કામ વધારે રહેશે.

વૃષભ(બ,વ,ઉ) :- આજે કોઇ વિશેષ કાર્યને પૂર્ણ કરવામાં તમારો વધારે સમય પસાર થશે. મીડિયા અને સંપર્ક સૂત્રો દ્વારા કોઇ એવી જાણકારી મળશે કે તમારા કામ સરળ થઇ જશે.

મિથુન(ક.છ.ઘ) :- આજે કોઇ પારિવારિક અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરો. ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે.

કર્ક(ડ,હ) :-  પારિવારિક, ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં રસ રહેશે. મકાન, દુકાન વગેરેને લગતા રિનોવેશનનું પ્લાનિંગ થશે. સમય ઉત્તમ છે.

સિંહ(મ,ટ) :- તમારા વ્યક્તિત્વ અને વાણી દ્વારા લોકો તમારાથી પ્રભાવિત થશે. સામાજિક તથા પારિવારિક લોકો તરફ વિશેષ માન-સન્માન પણ મળશે.

કન્યા(પ,ઠ,ણ) :-આ સમય ભાગ્ય ઉન્નતિ માટે શુભ અવસર બની રહ્યા છે. થોડા સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાત પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે.

તુલા(ર.ત.) :- પરિવારની સુખ-શાંતિ તમારા માટે પ્રાથમિકતા રહેશે. કામકાજ અને પરિવારમાં સારું તાલમેલ પણ જળવાયેલું રહેશે.

વૃશ્ચિક(ન.ય.) :- સમય લાભદાયક છે. કોઇપણ કાર્ય તથા મહેતનનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. જો કોઇ પ્રોપર્ટીને લગતો વિવાદ ચાલી રહ્યો હોય તો તેને ઉકેલવાનો સમય છે.

ધન(ભ,ધ,ફ,ઢ) :- જૂની ભૂલોથી બોધપાઠ લઇને આજે તમે પોતાના માટે સારી નીતિઓ ઉપર વિચાર કરશો. પોતાને સારી સ્થિતિમાં અનુભવ પણ કરશો.

મકર(ખ.જ.) :- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીમાં નજીકના મિત્ર કે સંબંધીનો સહયોગ મળશે. સંપત્તિને લગતાં કોઇપમ કાર્ય પૂર્ણ થઇ શકે છે.

કુંભ(ગ,સ,શ,ષ) :- સમય તમારા પક્ષમાં છે. મનમાં ચાલી રહેલી દુવિધાનું સમાધાન મળશે. બાળકો દ્વારા પણ કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે.

મીન(દ,ચ,ઝ,થ) :-સમયની ગતિ તમારા પક્ષમાં છે. સામાજિક સીમા વધશે. ઘરમાં મહેમાનોના આવવાથી આવભગતમાં સુખમય સમય પસાર થશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here