દૈનિક રાશીફળ

1
4441
Share
Share

તા.૧૮-૦૪-૨૦૨૦  શનિવાર

મેષ (અ.લ.ઈ.) :- તમારો યોજનાબદ્ધ કાર્યક્રમ ચાલતો હોય બપોરથી તમારુ બજેટ ખોરવાઈ જાય તેવા ખર્ચા થાય ને કાર્યો અટકે

વૃષભ (બ.વ.ઉ.) :- તમારા કાર્યક્ષેત્રની જંજાળોમાં ફસાયેલા હોય બપોરથી મનગમતી પ્રવૃત્તિ હાથમાં આવતા ઉત્સાહને પ્રસન્નતા વધે.

મિથુન (ક.છ.ઘ.) :- તમારી ગણતરી મુજબ કાર્ય થતાં દેખાય. બપોરથી વિરોધીની હેરાનગતિ વધતા અણધાર્યા ખર્ચ થાય. ચિંતા પ્રવર્તે

કર્ક (ડ.હ.) :- તમારા વિચારોને સાકાર કરવાનો સમય આવી ગયો છે. તમારી મહેનત ખીલી ઉઠે ને બપોરથી આર્થિકસ વળતર મેળવો.

સિંહ (મ.ટ.) :- તમારી તબિયતમાં ધીરે ધીરે સુધારો થાય. બપોરથી કાર્યક્ષેત્રે નિયમિતતા જળવાય ને કાર્ય પૂરા કરવામાં વ્યસ્ત રહો.

કન્યા (પ.ઠ.ણ.) :- તમારી તબિયતને કારણે આરામ કરવો પડે. રોજિંદા રૂટિન કાર્ય અટકી જાય. બપોરથી ભાગ્ય સાથ ન આપે તેવું લાગે.

તુલા (ર.ત.) :- તમારા કાર્યક્ષેત્રે બધુ બરાબર ચાલતુ હોય. બપોરથી ખોટા વિવાદોમાં ફસાઈ જતાં માનહાનિનો પ્રસંગ ઉદ્ભવે.

વૃશ્ચિક (ન.ય.) :- તમે શિસ્તના આગ્રહી હોવાથી કાર્ય વ્યવસ્થિત પુરા થાય. ઓળખાણને કારણે કાર્યમાં ફાયદાવાળા ઓર્ડરો મેવળો.

ધન (ભ.ધ.ફ.ઢ.) :- તમારા વર્તુળમાંથી તમારી બાદબાકી થઇ જાય. કાર્યક્ષેત્રે ભવિષ્યનું આયોજન બનાવો. સફળ રહો.

મકર (ખ.જ.) :- તમે કાર્યનાં બોજા હેઠળ દબાયેલા હોય બપોરથી મહત્વના કાર્યો અધુરા રહેતા પીછેહઠ કરવી પડે.

કુંભ (ગ.શ.સ.) :- તમારા રૂટિન કાર્યમાં અલગથી કમાણી થાય. શારીરિક માનસિક અસ્વસ્થતા રહેતા ઉદ્વેગ પ્રવર્તે

મીન (દ.ચ.ઝ.) :- તમારા મનની અસ્થિરતાને કારણે કામકાજ ગુમાવો, બપોરથી આત્મવિશ્વાસ કેળવો. યોગ્ય નિર્ણય લઇ આગળ વધો.

 

 

Share
Share

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here