દેશમાં ૧૨ રાજ્યોમાં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ સૌથી વધુ સક્રિય

0
21
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૬

હાલ વિશ્વભરમાં આતંકવાદી ગતિવિધિઓ ઝડપથી વધી રહી છે. જેને રોકવા માટે દુનિયાભરના નેતાએ એકજૂટ થઈને કોશિશ કરી રહ્યાં છે. ભારત પણ આતંકવાદની સમસ્યાનો સામનો બહુ પહેલાથી કરતું આવ્યું છે. આતંકવાદ મુદ્દે ભારત અનેક મોરચે લડી રહ્યું છે.

આતંકવાદના મામલે આજે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં એ વાતની જાણકારી આપી કે, દેશમાં ૧૨ એવા રાજ્યો છે, જ્યાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સૌથી વધુ સક્રિય છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યો પણ સામેલ છે.

રાજ્યસભામાં એવા રાજ્યોની વિગતે આપવામાં આવી, જ્યાં આતંકવાદીઓ સૌથી વધુ સક્રિય છે. પોતાના લેખિત જવાબમાં ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે,  તપાસમાં સામે આવ્યું છે કે ઈસ્લામિક સ્ટેટ  કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ સક્રિય છે.

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ એક લેખિત જવાબમાં જણાવ્યું કે, ૫ ઓગસ્ટ ૨૦૧૯ બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. ૫ ઓગસ્ટ પહેલા એટલે કે ૨૯ જૂન ૨૦૧૮ થી ૪ ઓગસ્ટ ૨૦૧૯ સુધી ઘાટીમાં ૪૫૫ જેટલી આતંકવાદી હુમલાની ઘટનાઓ સામે આવી હતી. જ્યારે ૫ ઓગસ્ટ ૨૦૧૯થી ૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધી આતંકવાદી હુમલાની ૨૧૧ ઘટનાઓ નોંધાયી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here