દેશમાં સોનાના ભાવમાં ગાબડું, ચાંદીના ભાવમાં જંગી ઊછાળો

0
36
Share
Share

નવી દિલ્હી, તા. ૧

નાણામંત્રી નિર્મલા સીતારામણે આજે પેપરલેસ બજેટ રજૂ કર્યું. ઘણા બધા ક્ષેત્રોએ બજેટ ૨૦૨૧ને આવકાર્યું છે. નાણાં પ્રધાને કરેલી બજેટની જાહેરાત બાદ આજે રોકાણકારોની ચાંદી થઇ ગઇ છે. જેમાં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ વધીને ૧,૯૦,૩૫,૩૩૫.૮૯ કરોડ થઈ છે. જ્યારે શુક્રવારે તે ૧,૮૬,૧૨,૬૪૪.૦૩ કરોડ હતી. એટલે કે,થોડા કલાકોમાં રોકાણકારોની સંપત્તિમાં ૪ લાખ કરોડથી વધુનો વધારો થયો છે. જોકે બજેટ બાદ આજે સોનામાં કડાકો બોલાયો છે.

હાલમાં સોનાના ભાવમાં મોટો કડાકો નોંધાયો છે. સોનામાં પ્રતિ ૧૦ ગ્રામે રૂપિયા ૨૦૦૦નો કડાકો નોંધાયો છે. હાલ પ્રતિ ૧૦ ગ્રામ સોનું ૪૭,૦૦૦ રૂપિયાએ પહોંચી ગયું છે. જો કે ચાંદીના ભાવમાં ભડકો થયો છે. ચાંદી પ્રતિ કિલોએ રૂપિયા ૩૭૭૫ વધ્યા છે અને હાલમાં ચાંદી પ્રતિ કિલો ૭૩,૬૦૦એ પહોંચી ગયું છે. શેરબજારમાં વધારો થતા સોનનાં ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બજેટની અસર આજે બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ ઉપર પણ પડી છે. જ્યારે સરકારે સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી ત્યારે સોનાની ચમક ઓછી થઈ ગઈ. ૨૪ કેરેટનું સોનું ૧૦ ગ્રામ દીઠ ૭૨૫ રૂપિયા સસ્તુ થયું છે. તે જ સમયે, ચાંદીના દરમાં મોટો વધારો જોવા મળ્યો.

ચાંદી ૩૩૪૫ રૂપિયા પ્રતિ કિલો ઉછળીને ૭૩૦૭૧ રૂપિયા પર પહોંચી ગયું છે. જણાવી દઇએ કે ઈન્ડિયા બુલિયન અને જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલ દર અને તમારા શહેરની કિંમત ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા સુધી બદલાઈ શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here