દેશમાં મોદી મેજિક બરકરાર… વિપક્ષો મનોમંથન કરશે કે કેમ…..?

0
18
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

દેશમાં આમ પ્રજામાં નોટ બંધીથી લઈને મોંઘવારી,બેરોજગારી સહિતના વિવિધ પ્રશ્નો તેમજ કોરોના સમયમાં લાંબા સમયના લોકડાઉન પછી તબક્કાવાર અનલોક જાહેર કરતા ધીરે ધીરે વિવિધ ક્ષેત્રોને માટે છૂટછાટો આપી અને રોજગાર ધંધા ના રસ્તા ખોલી નાખવામાં આવ્યા.પરંતુ આમ પ્રજામાં સરકાર સામે ભારે આક્રોશ ફરી વળેલો છે.  કોરોના મહામારી વચ્ચે બિહાર રાજ્ય સાથે અન્ય રાજ્યોની પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી ત્યારબાદ ચૂંટણી પ્રચારથી લઇને મતદાન સુધી અને પરિણામો જાહેર થયાના સમયમાં કોરોના નિયમોના ધજીયા ઉડી ગયા છે…. જાણે કે ભારતમાંથી કોરોનાએ વિદાય લઇ લીધી હોય તેમ….દેશભરમાં મોટાભાગના લોકો માસ્ક,ડિસ્ટન્સ, સેનેટાઇઝરનો ઉપયોગ,હાથ ધોવા વગેરેનું પાલન કરવાથી દૂર થયા છે…..! બીજી તરફ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ રાજ્યમાં કોરોના કેસોનો વધારો થવા લાગ્યો છે. ગુજરાત સહિતનાં કેટલાંક રાજ્યોમાં કોરોના કેસો વધવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આંધ્ર રાજ્યએ સૌને ચોંકાવી દીધા છે. અહીં શાળાઓ ખોલવાની છૂટ આપવામાં આવી અને શાળાઓ ખૂલવા લાગી જેમાં શાળા ખુલી ગયાના ત્રીજા દિવસે ૨૬૮ જેટલા વિદ્યાર્થીઓ અને ૧૭૦ જેટલા શિક્ષકોનો કોરોના પોઝિટિવ આવ્યો…. ત્યારે બીજા દિવસે સંખ્યા ૬૬૮ થી વધી ગઈ…. મતલબ કોરોના કેસ વધવા લાગ્યા… જેને બીજો તબક્કો કહી શકાય……! અને આ બાબતના દેશભરમાં પડઘા પડયા છે. વાલીઓ પોતાના અભ્યાસ કરતા બાળકોને શાળાએ મોકલવા માટે ડરી રહ્યા છે…..! ત્યારે ગુજરાત જેવા રાજ્યએ નવેમ્બર ૨૩ મીએ શાળા ખોલવાનો નિર્ણય લીધો છે. જ્યારે કે રાજ્યમાં કોરોના સંક્રમિતના નવા કેસ એક જ દિવસમાં ૧૦૭૯ નોંધાયા છે અને અમદાવાદ શહેરમાં ૧૬૬ નવા કેસ નોંધાયા છે. જેને કારણે વિદ્યાર્થીઓના મા-બાપ, વાલીઓમાં ભય વ્યાપી ગયો છે… તેમાં પણ ઠંડીની ઋતુમાં કોરોના કેસ  વધવાની બાબતે નિષ્ણાતોએ ચેતવણી આપી છે…..જો કે કોરોના મારક રસી નજીકના સમયમાં જ આવવાની શક્યતા વધી છે…..! છતાં લોકોમાં ડર વ્યાપી ગયો છે જે હકીકત છે…..!

દેશમાં બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં સામાન્ય અને પેટા બેઠકોની ચૂંટણીઓમાં મોટા ભાગનો પર મોદીજીનુ-ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું છે. તો ચૂંટણી પરિણામો અંગે શેરબજારમાં સટ્ટો રમાયો જેમાં અનેકોનુ મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે. શેરબજાર અને ઓપિનિયન પોલ પણ ખોટા પડ્યા છે. ટૂંકમાં મોદીજી નો કરિશ્મા છવાઈ ગયેલ છે…. મોદીજીની -ભાજપની ચૂંટણી માટેની આવી જ વ્યુહ રચના રહેશે તો ૨૦૨૪ ચૂંટણીઓમાં તેમનો દબદબો જળવાઈ રહેશે તે નિશ્ચિત છે…..અને વિરોધ પક્ષો નિષ્ફળ રહેશે તે પણ અનુભવાઈ રહ્યુ છે…..! ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં રાજીનામા આપનાર કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ લીધા પછી તેમને ભાજપાએ  ઉમેદવાર બનાવ્યા અને આ  આઠે આઠ ઉમેદવારો ચૂંટણી જીતી ગયા એટલે તે કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો… આ કારણે કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે.  જૂથવાદને કારણે ચૂંટણી હાર્યાંના આક્ષેપો થઇ રહ્યા છે….. પરંતુ ખરેખર તો કોંગ્રેસ માં એક પણ નેતા એવો છે કે જે આમ પ્રજામાં પ્રિય હોય કે નામના હોય…..? જવાબ મળે એક પણ નથી. જે તે સમયમાં માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ, હિતેન્દ્ર દેસાઈ,પ્રબોધ મહેતા,કાન્તિભાઈ ઘિયા જેવા લોકપ્રિય નેતાઓ હતા અને આમ પ્રજામાં પકડ ધરાવતા હતા. અત્યારે આવા કોઈ પણ નેતા કોંગ્રેસમાં છે ખરા…..? આ બાબત કોંગ્રેસ નેતાઓએ વિચારવા સાથે ગ્રામીણ સ્તરે કોંગ્રેસની વફાદાર  નેતાઓને મહત્વ આપવાનો સમય આવી ગયો છે.  બાકી શહેરી નેતાઓને મોટરના નેતાઓ કહેવામાં આવે છે જે હવે ચાલે તેમ નથી…. કારણ તેઓની પકડ આમ પ્રજામાં નથી…. ગ્રામ્ય સ્તરે આજે પણ કોંગ્રેસના વફાદારો છે અને સંગઠિત છે પરંતુ શહેરમાં તેવું  નથી ગ્રામ્ય અને શહેરી વચ્ચે સંગઠન સંકલનની અતિ જરૂરી છે જે વાત કોંગ્રેસે સમજવાની જરૂર છે. બીજી તરફ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સર્વત્ર છવાઇ ગયા છે તો મુખ્યમંત્રી રૂપાણીની પકડ વધુ મજબૂત  બની છે તે વાત સ્વીકારવી રહી…..!

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here