દેશમાં ફોરેક્સ રિઝર્વ ભંડાર પ્રથમવાર ૫૫૦ અબજ ડૉલર્સને પાર

0
10
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૭

દેશનો ફોરેક્સ રિઝર્વ ભંડાર પહેલીવાર ૫૫૦ અબજ અમેરિકી ડૉલર્સના આંકને વટાવી ગયો હતો. રિઝર્વ બેંકે જાહેર કર્યા મુજબ નવમી ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ ૫.૮૬૭ અબજ ડૉલર્સ વધીને ૫૫૦.૫૦૫ અબજ ડૉલર્સ થયો હતો. દેશ આઝાદ થયા બાદ પહેલીવાર આટલો ફોરેક્સ રિઝર્વ નોંધાયો હતો.

રિઝર્વ બેંકે જણાવ્યા મુજબ આ વર્ષના જૂનની પાંચમીએ પૂરા થયેલા સપ્તાહમાં પહેલીવાર ફોરેક્સ રિઝર્વ ૫૦૦ અબજ ડૉલરના આંકને આંબી ગયો હતો. નવમી ઓક્ટોબરે ૫૫૦ અબજ ડૉલર્સનો ઊછાળો આવવા પાછળ ફોરેન કરન્સી એસેટ્‌સમાં થયેલો વધારો જવાબદાર હતો. ફોરેક્સ રિઝર્વમાં ફોરેન કરન્સી એસેટ્‌સનો બહુ મોટો ફાળો હોય છે.

નવમી ઓક્ટોબરે ફેારેન કરન્સી એસેટ્‌સ  ૫.૭૩૭ અબજ ડૉલર્સથી વધીને ૫૦૮.૭૮૩ અબજ ડૉલર્સ જેટલો થઇ ગયો હતો. સામાન્ય રીતે હ્લઝ્રછ ડૉલર્સમાં લખવામાં આવે છે પરંતુ એમાં પાઉન્ડ, યુરો અને યેન જેવા અન્ય ફોરેન કરન્સીમાં થતી વધઘટ પણ જવાબદાર હોય છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here